________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
માનસિક આફ્લાદને જ ઉત્પન્ન કરે છે, પણ આ લોક અને પરલોકનાં દુઃખને ઉત્પન્ન કરતા નથી. તેનાં ભોગસાધનો સુખના જ કારણ બને છે, દુઃખના કારણ બનતા નથી એનું કારણ એ છે કે તે સાધનો દુર્ગતિમાં લઈ જાય તેવા અશુભ કર્મપ્રકૃતિના બંધનું કારણ બનતા નથી, અર્થાત્ ભોગસાધનોનો ઉપયોગ કરવા છતાં દુર્ગતિમાં લઈ જાય તેવો અશુભ કર્મબંધ થતો નથી.
અહીં જણાવેલાં અશુભ કર્મબંધ ન થવાનાં અયત્ન ઉપનત, પ્રાસંગિક, અભિવૃંગનો અભાવ, કુત્સિતમાં અપ્રવૃત્તિ અને શુભાનુબંધી એ પાંચ કારણોનો અર્થ આ પ્રમાણે છે
(૧) અયત્ન ઉપનત - યત્ન એટલે પુરુષાર્થ. ઉપનત • = મળેલું. અયત્ન ઉપનત એટલે પુરુષાર્થ વિના મળેલું. ભોગસાધનો અતિશય ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયથી ખેંચાઈને આવેલાં હોવાથી તેવા પ્રકારના પુરુષાર્થ વિના (= બહુ મહેનત વિના) જ મળેલાં છે. પુરુષાર્થ વિના મળેલાં હોવાથી અશુભ કર્મબંધનું કારણ બનતા નથી.
(૨) પ્રાસંગિક :- = પ્રાસંગિક એટલે પ્રસંગથી ઉત્પન્ન થયેલ. એક મુખ્ય કામ કરતાં બીજું ગૌણ કામ પણ થઈ જાય ત્યારે બીજું ગૌણકામ પ્રસંગથી થયેલું ગણાય. જેમકે ખેડૂત અનાજ મેળવવા માટે ખેતી કરે છે, ઘાસ મેળવવા માટે ખેતી કરતો નથી. આમ છતાં તેને અનાજની સાથે ઘાસ પણ મળી જાય છે. અહીં ખેડૂતને ઘાસ પ્રસંગથી મળ્યું ગણાય. તેવી રીતે શુદ્ધભાવથી ધર્મ કરનાર જીવ આત્મશુદ્ધિ માટે ધર્મ કરે છે, ભોગસાધનો મેળવવા ધર્મ કરતો નથી. આમ છતાં તેને આત્મશુદ્ધિ થવા સાથે ભોગસાધનો પણ મળે છે. આથી તેનાં ભોગસાધનો ખેતી કરવામાં ઘાસની જેમ પ્રસંગથી ઉત્પન્ન થયેલાં છે.
(૩) અભિમ્પંગનો અભાવ :- અભિવંગ એટલે અતિશય આસક્તિ. તેને ભોગસાધનોનો ઉપયોગ કરવામાં ભરત ચક્રવર્તી વગેરેની જેમ અતિશય આસક્તિ થતી નથી, અર્થાત્ તે ભોગસાધનોનો અનાસક્તભાવથી ઉપયોગ કરે છે.
(૪) કુત્સિતમાં અપ્રવૃત્તિ - કુત્સિત એટલે ન્યાયના માર્ગથી ઉતરી ગયેલ, અન્યાયથી મેળવેલ. અપ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ ન કરવી. તે જીવ અન્યાયથી મેળવેલા
• ઉપનત શબ્દનો ટીકામાં ઢતિ અર્થ કર્યો છે. ઢોજિત શબ્દનો અર્થ પાસે મૂકેલું એવો થાય છે. પણ અહીં સમજવામાં સરળતા રહે એ માટે “મળેલું' અર્થ કર્યો છે.
૩પ૦