________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
ભોગસાધનોમાં પ્રવૃત્તિ કરતો નથી, અર્થાત તે જીવનાં ભોગસાધનો અન્યાયથી મેળવેલાં ન હોય, કિંતુ ન્યાયથી મેળવેલાં હોય. (જેમ કે - ધન અનીતિથી મેળવેલું ન હોય. મકાન વગેરે કોઈની પાસેથી પડાવી લીધેલું ન હોય. કોઈ સ્ત્રીને બલાત્કારથી પરણે નહિ, બલાત્કારથી ભોગવે નહિ.)
(૫) શુભાનુબંધી - શુભાનુબંધી એટલે શુભનો અનુબંધ કરનાર. તેનાં ભોગસાધનો મોક્ષપ્રાપ્તિનું કારણ બને તેવા આર્યદેશ, દૃઢ સંહનન વગેરે શુભકાર્યોનો અનુબંધ કરનારા હોય. અનુબંધ એટલે પરંપરા. એક જ જન્મમાં આદિશ વગેરેની પ્રાપ્તિ થાય એમ નહિ, કિંતુ મોક્ષમાં ન જાય ત્યાં સુધી દરેક જન્મમાં આર્યદશ વગેરેની પ્રાપ્તિ થાય. આમ તેનાં ભોગસાધનો શુભકાર્યોની પરંપરા કરનારા હોય.
આ પાંચ કારણો ઉત્તરોત્તર (હતુવીન ૦) હેતુના હેતુ છે. તે આ પ્રમાણે :બંધહેતુના અભાવનો હેતુ અયત્ન ઉપનીત છે. અયત્ન ઉપનતનો હેતુ પ્રાસંગિક છે. પ્રાસંગિકનો હેતુ અભિવૃંગનો અભાવ છે. અભિન્કંગના અભાવનો હેતુ કુત્સિતમાં અપ્રવૃત્તિ છે. કુત્સિતમાં અપ્રવૃત્તિનો હેતુ શુભાનુબંધી છે.
(આ વિષયને વિપરીત રીતે આ રીતે વિચારી શકાય- ભોગસાધનો શુભાનુબંધી હોવાથી કુત્સિતભોગસાધનોમાં પ્રવૃત્તિ થતી નથી. કુત્સિતભોગસાધનોમાં પ્રવૃત્તિ થતી ન હોવાથી ભોગસાધનોમાં અભિવૃંગનો અભાવ છે. ભોગસાધનોમાં અભિવૃંગનો અભાવ હોવાથી ભોગસાધનો પ્રાસંગિક છે. ભોગસાધનો પ્રાસંગિક હોવાથી અયત્ન ઉપનત છે. ભોગસાધનો અયત્ન ઉપનત હોવાથી અશુભકર્મબંધના હેતુ બનતા નથી.)
અહીં બતાવેલા છ હેતુઓમાં બંધહેતુનો અભાવ એ તાત્ત્વિક = મુખ્ય હેતુ છે.બાકી પાંચ અવાંતર હેતુ છે. “ઘણાં અને ઊંચાં પણ” એ સ્થળે આવેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે :- જો ઘણાં અને ઊંચાં પણ ભોગસાધનો ઉદાર સુખના જ સાધનો છે તો પછી બીજા પ્રકારના એટલે કે ઓછાં અને હલકાં ભોગસાધનો ઉદાર સુખનાં જ સાધનો બને એમાં શું કહેવું? (૨૯) बन्धहेतुत्वाभावमेव विशेषतो भावयन्नाह -
अशुभपरिणाम एव हि प्रधानं बन्धकारणम्, तदङ्गतया तु बाह्यम् ॥३०॥४७३॥ इति।
૩૫૧