________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
ભિક્ષાથી જીવન જીવવું. (૯) વંદન વગેરે વિધિથી વાચના વગેરે સ્વાધ્યાય કરવો. (૧૦) મરણની અને પ્રમાદથી થનારા કર્મફલ વગેરેની અપેક્ષા રાખવી. અર્થાત મારે એક દિવસ મરવાનું છે એમ મૃત્યુને સતત આંખ સામે રાખવું. જો હું પ્રમાદ કરીશ તો તેનાથી બંધાયેલાં કર્મોનું કટુ ફલ મારે ભોગવવું પડશે એમ ધ્યાનમાં રાખવું. આવો ઉપદેશ કેમ આપ્યો છે એવી શંકાનો ઉત્તર કહે છે :
ચારિત્રપરિણામના સાધનરૂપ અનુષ્ઠાનોનો ઉપદેશ શાસ્ત્રોમાં જે કહેવાય છે તે કર્મો વિચિત્ર હોવાથી ચારિત્રપરિણામ પડવાના સ્વભાવવાળો છે માટે કહેવાય છે. પરિણમી ગયેલા ચારિત્રવાળા સાધુઓના ચારિત્રપરિણામના સાધનરૂપ ગુરુકુલવાસ વગેરે અનષ્ઠાનોનો ઉપદેશ શાસ્ત્રોમાં કહેવાય છે તેનું કારણ એ છે કે ચારિત્રપરિણામ પડવાના (= જવાના) સ્વભાવવાળો છે. ચારિત્રપરિણામ પડવાના સ્વભાવવાળો છે તેનું કારણ કર્મોની વિચિત્રતા છે. કર્મો વિચિત્ર પ્રકારના છે. તેથી તે કર્મોથી શાની સંભાવના ન કરાય? અર્થાત્ સઘળી સંભાવના કરી શકાય છે. આથી જ કહ્યું છે કે - “ખરેખર ગાઢ (= નિબિડ), ચિકણાં અને વજના જેવાં કઠિન કર્મો જ્ઞાનયુક્ત પણ પુરુષને માર્ગમાંથી ઉન્માર્ગમાં લઈ જાય છે.” આમ કર્મની વિચિત્રતાના કારણે ચારિત્રનો પરિણામ પડવાના સ્વભાવવાળો હોવાથી
ક્યારેક કોઈ સાધુનો ચારિત્ર પરિણામ પડી જાય તો પણ સારી રીતે યોજેલાં ( = સેવેલાં) ગુરુકલવાસ વગેરે સાધનોથી તેવા પ્રકારના આકર્ષના કારણે ફરી પણ ઉત્પન્ન થાય છે. ( = આવે છે.) આથી ચારિત્રપરિણામનાં સાધનોનો ઉપદેશ પ્રશંસનીય છે = યોગ્ય છે. (૬)
तत्संरक्षणानुष्ठानविषयश्च चक्रादिप्रवृत्त्यवसान-भ्रमाधानज्ञातात् Pદ્દ ગી૪૩૪ો રૂતિ
तस्य चारित्रपरिणामस्य लब्धस्य यत् संरक्षणं पालनं तदर्थं यदनुष्ठानं तद्विषयः, चः समुच्चये, उपदेशः
वज्जेज्जा संसग्गिं पासत्थाईहिं पावमित्तेहिं। कुज्जा उ अप्पमत्तो सुद्धचरित्तेहिं धीरेहिं ।।२१७।। (पञ्च. ७३०)
इत्यादिरूपो यः स चक्रस्य कुलालादिसंबन्धिनः आदिशब्दादरघट्टयन्त्रादेश्च या प्रवृत्तिः भ्रमणरूपा तस्या अवसाने मन्दतारूपे यद् भ्रमाधानं पुनरपि दण्डयोगेन तीव्रत्वमाधीयते यथा तथा च (चा)रित्रवतोऽपि जन्तोः तथाविधवीर्यह्रासात् परिणाममन्दतायां
૩૨૭