________________
ધર્મબિંદુપ્રકરણ
છઠ્ઠો અધ્યાય
સ્વાભાવિક = જીવના સ્વભાવરૂપ હોવાથી મિથ્યાત્વાદિથી અતિમહાન છે. (૭૪)
सद्भाववृद्धेः फलोत्कर्षसाधनात् ॥७५॥४४२ ॥ इति ।
सद्भावस्य शुद्धपरिणामरूपस्य या वृद्धिः उत्कर्षस्तस्याः फलोत्कर्षसाधनात् उत्कृष्टफलरूपमोक्षनिष्पादनात् । वृद्धिप्राप्तो हि शुद्धो भावः सम्यग्दर्शनादिर्मोक्षं साधयति, न तु मिथ्यात्वादिः कदाचनापि, अतः परमफलसाधकत्वेन मिथ्यात्वादिभ्योऽसौ ગરીયાનિતિ IIII
તથા
તથા શુભપરિણામની વૃદ્ધિથી ઉત્કૃષ્ટ ફલને સાધવાથી મિથ્યાત્વાદિથી સમ્યગ્દર્શનાદિ અતિમહાન છે. વૃદ્ધિને પામેલો સમ્યગ્દર્શનાદિ શુદ્ધ પરિણામ ઉત્કૃષ્ટ ફલરૂપ મોક્ષને સાધે છે. મિથ્યાત્વાદિ ક્યારે પણ મોક્ષને સાધતા નથી, આથી સમ્યગ્દર્શનાદિ પરમફલને સાધનારા હોવાથી મિથ્યાત્વાદિથી અતિમહાન છે.(૭૫)
एतदपि कुत इत्याह
૩પપ્નવિમેન તથાવમાસનાવિત્તિ ૫૭૬૫૪૪૨॥ કૃતિ |
उपप्लवविगमेन रागद्वेषाद्यान्तरोपद्रवापगमेन तथावभासनात् तथा असमञ्जसस्याप्रवृत्तियोग्यतयाऽवभासनात् प्रतीतेः भावयतेः कर्तुः इतीतरस्यामिवेतर इति निदर्शनमात्रमिति स्थितम्, इतिः वाक्यपरिसमाप्तौ ||१६||
સમ્યગ્દર્શનાદિ પરિણામના કારણે ભાવસાધુ અયોગ્યપ્રવૃત્તિ કરતા નથી એ પણ શાથી છે? તે કહે છે:
રાગ-દ્વેષાદિ આંતરિક ઉપદ્રવ દૂર થવાથી ભાવસાધુને (સમ્યગ્દર્શનાદિ પરિણામવાળા સાધુને) અયોગ્યપ્રવૃત્તિ કરવા લાયક નથી એવી પ્રતીતિ થતી હોવાથી ભાવસાધુ અયોગ્ય પ્રવૃત્તિ કરતા નથી. આ પ્રમાણે જેમ દ્રવ્ય સાધુ યોગ્ય પ્રવૃત્તિ કરવા અસમર્થ છે તેમ ભાવસાધુ અયોગ્યપ્રવૃત્તિ કરવા અસમર્થ છે એમ જે કહ્યું તે માત્ર દૃષ્ટાંત જ છે એ નક્કી થયું. (૭૬)
अथोपसंहरन्नाह
एवंविधयतेः प्रायो भावशुद्धेर्महात्मनः । विनिवृत्ताग्रहस्योच्चैर्मोक्षतुल्यो भवोऽपि हि ॥ ४ ॥ इति । एवंविधस्य स्वावस्थोचितानुष्ठानारम्भिणो यतेः साधोः प्रायो बाहुल्येन भावशुद्धेः
૩૩૧