________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
आख्यायिका कथा त प्रतिबद्धा ये पुस्खास्तथाविधान्यासाधारणाचरणगुणेन तैर्युक्ते संबद्धे, किमित्याह- अनेकमनोरथापूरकं स्वजन-परजन-परिवारादिमनोऽभिलषितपूरणकारि, अत्यन्तनिरवयं शुभलग्न-शुभग्रहावलोकनादिविशिष्टगुणसमन्वितत्वेन एकान्ततो निखिलदोषविकलं जन्म प्रादुर्भाव इति ।।९।।
દેવલોકમાંથી ચ્યવન થયા પછી પણ વિશિષ્ટ દેશમાં વિશિષ્ટ જ કાળમાં, તથા વિશાળ, અન્વયથી નિષ્કલંક, સદાચારથી.ઉચ્ચ અને આખ્યાયિકા પુરુષથી યુક્ત હોય એવા મહાકુળમાં અનેક મનોરથપૂરક અને અત્યંત નિરવદ્ય જન્મ થાય છે.
ચ્યવન થયા પછી પણ” એ સ્થળે આવેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે:દેવલોકમાંથી ચ્યવન થયા પછી પણ સુકુલમાં જન્મ વગેરે સુંદર થાય છે તો પછી દેવલોકમાં બધું સુંદર હોય એમાં શું કહેવું? વિશિષ્ટ દેશ=મગધ વગેરે દેશ. વિશિષ્ટ કાળ= ત્રીજો આરો વગરે કાલ. વિશાળ = પરિવાર વગેરેથી વિસ્તારવાળું. અન્વયથી નિષ્કલંક = પિતા અને દાદા વગેરે પુરુષપરંપરાથી અસદાચારના કારણે થનારા કલંકરૂપી કાદવથી રહિત. સદાચારથી ઉચ્ચ = દેવ - ગુરુ - સ્વજન વગેરેના ઉચિત સત્કારરૂપ સદાચારથી ઊંચું. આખ્યાયિકાપુરુષથી યુક્ત = તેવા પ્રકારના બીજાઓમાં ન હોય તેવા આચરણરૂપ ગુણના કારણે આખ્યાયિકામાં = કથામાં બંધાયેલા પુરુષોથી યુક્ત, અર્થાત્ કુળના પૂર્વપુરુષોએ તેવું વિશિષ્ટ કાર્ય કર્યું હોય અને એથી કુળમાં કે ગામ વગેરેમાં અમુક અમુક સારું કામ કર્યું હતું એમ કથા થતી હોય તેવા પુરુષોથી યુક્ત. મહાકુળ = ઇક્વાકુ વગેરે કુળ. અનેક મનોરથપૂરક = સ્વજન – પરજન – પરિવાર વગેરેના મનોવાંછિતને પૂર્ણ કરનાર. અત્યંત નિરવદ્ય = શુભલગ્ન ઉપર શુભગ્રહોની દૃષ્ટિ પડતી હોય ત્યારે જન્મ થાય, ઈત્યાદિ વિશિષ્ટ ગુણોથી યુક્ત હોવાના કારણે એકાંતે સર્વદોષોથી રહિત. (૯)
तत्र च यद् भवति तदाहसुन्दरं रूपम्, आलयो लक्षणानाम्, रहितमामयेन, युक्तं प्रज्ञया,
संगतं कलाकलापेन ॥१०॥४५३॥ इति । सुन्दरं शुभसंस्थानवत्तया रूपम् आकारः, आलयो लक्षणानां चक्र-वज्र-स्वस्तिकमीन-कलश-कमलादीनाम्, रहितं परित्यक्तं आमयेन ज्वरा-ऽतीसार-भगन्दरादिना रोगेन, युक्तं संगतं प्रज्ञया बहु - बहुविधादिविशेषणग्राहिकया वस्तुबोधशक्त्या, संगतं संबद्धं
૩૪૧