________________
ધર્મબિંદુપ્રકરણ
છડૂઠો અધ્યાય
પ્રશ્ન કરે છે કે - “હે ભગવંત હમણાં જે શ્રમણ નિગ્રંથો વિચરી રહ્યા છે તે કોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે?” શ્રી મહાવીર સ્વામી જવાબ આપે છે કે - “હે ગૌતમ! એક માસના દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણવ્યંતર દેવોની તેજોલેશ્યાને = સુખને ઓળંગી જાય છે. એમ વધતાં વધતાં બારમાસના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અનુત્તરોપપાતિક દેવોની તેજોવેશ્યાને = સુખને ઓળંગી જાય છે. ત્યાર બાદ અધિક અધિક શુદ્ધ પરિણામવાળા થઈ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, શાંત થાય છે, યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
ભગવતીસૂત્રમાં જણાવેલ સુખવૃદ્ધિ દીક્ષાપર્યાય કયા દેવોથી અધિક સુખ ૧ માસ
વાણવ્યંતર ૨ માસ ભવનપતિ (અસુરકુમાર સિવાય) ૩ માસ
અસુરકુમાર
ગ્રહ - નક્ષત્ર - તારા ૫ માસ
સૂર્ય - ચંદ્ર ૬ થી ૧૦ માસ ક્રમશઃ ૧-૨, ૩-૪, ૫-૬, ૭-૮, ૯ થી ૧૨ વૈ. દેવો. ૧૧-૧૨ માસ ક્રમશઃ ૯ નૈવેયક, ૫ અનુત્તરવાસી દેવો.
ભગવતીની ટીકામાં તેજોવેશ્યા વગેરે શબ્દોનો અર્થ આ પ્રમાણે છે :તેજોલેશ્યાનો ઉલ્લેખ પ્રશસ્ત લેશ્યાના ઉપલક્ષણરૂપ હોવાથી તેજલેશ્યા એટલે પ્રશસ્ત લેશ્યા. પ્રશસ્ત લેશ્યા સુખાસિકાનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી તેજોલેશ્યા એટલે સુખાસિકા. સુખાસિકા એટલે સુખી અવસ્થા.
શુક્લ એટલે શુદ્ધપરિણામવાળો. અભિજાત એટલે શ્રેષ્ઠ. શુક્લોમાં અભિજાત = શ્રેષ્ઠ તે શુક્લાભિજાત. આત્મા જેમ જેમ વિશુદ્ધપરિણામવાળો બને તેમ તેમ સુખી બને. આથી શુક્લ એટલે સુખી. શુક્લાભિજાત એટલે પરમસુખી.
૪ માસ
(૬)
इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ यतिधर्मविषयविधिः षष्ठोऽध्यायः समाप्तः।
આ પ્રમાણે ધર્મબિંદુની શ્રી મુનિચંદ્રસૂરિ વિરચિત વૃત્તિમાં યતિધર્મ વિષયવિધિ નામનો છઠો અધ્યાય પૂરો થયો.
-- --
૩૩૪