________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
બધી રીતે સમાનતાના યોગથી દૃષ્ટાંત નથી. (અર્થાત દૃષ્ટાંતમાં બધી રીતે સમાનતા નથી.) (૭૨)
एतत्कुत इत्याह
यतेस्तदप्रवृत्तिनिमित्तस्य गरीयस्त्वात् ॥७३॥४४०॥ इति
यतेः साधोः तत्र असमअसे अप्रवृत्तौ निमित्तस्य सम्यग्दर्शनादिपरिणामस्य गरीयस्त्वात् असमञ्जसप्रवृत्तिनिमित्तान्मिथ्यात्वादेस्तथाविधकर्मोदयजन्यात् अत एव जीवास्वभावभूतात् सकाशादतिगुरुत्वात् ।।७३।।।
દૃષ્ટાંતમાં બધી રીતે સમાનતા શાથી નથી તે કહે છે :
કારણ કે સાધુના અયોગ્યમાં અપ્રવૃત્તિમાં નિમિત્ત એવો સમ્યગ્દર્શનાદિપરિણામ અતિમહાન છે. ભાવસાધુ અયોગ્યમાં પ્રવૃત્તિ કરતા નથી, તેમાં નિમિત્ત ભાવસાધુનો સમ્યગ્દર્શનાદિ પરિણામ છે. સમ્યગ્દર્શનાદિપરિણામના કારણે ભાવસાધુ અયોગ્યમાં પ્રવૃત્તિ કરતા નથી. અયોગ્ય પ્રવૃત્તિમાં નિમિત્ત, તેવા પ્રકારના કર્મોદયથી જન્ય, અને એથી જ જીવના સ્વભાવભૂત નહિ તેવા મિથ્યાત્વાદિથી સમ્યગ્દર્શનાદિ પરિણામ અતિમહાન છે. અહીં મિથ્યાત્વાદિથી સમ્યગ્દર્શનાદિનો પરિણામ અતિમહાન છે એમ કહેવું છે. તેમાં મિથ્યાત્વાદિ કેવા છે તે જણાવવા માટે મિથ્યાત્વાદિના ત્રણ વિશેષણ છે. મિથ્યાત્વાદિ અયોગ્ય પ્રવૃત્તિમાં નિમિત્ત છે, અર્થાત અયોગ્ય પ્રવૃત્તિનું કારણ છે, તેવા પ્રકારના કર્મોદયથી જન્ય છે અને કર્મોદયથી જન્ય હોવાના કારણે જ જીવના સ્વભાવરૂપ નથી. સમ્યગ્દર્શનાદિ પરિણામ આનાથી વિપરીત છે, એટલે યોગ્ય પ્રવૃત્તિનું કારણ છે, કર્મના ઉદયથી નહિ કિંતુ કર્મના ક્ષયોપશમ આદિથી જન્ય છે, અને એથી જ જીવના સ્વભાવ રૂપ છે. (૭૩) एतदेव भावयति
વસ્તુતઃ સ્વામવિછતાતુ ૭૪૪૪૧ રૂતિ वस्तुतः परमार्थवृत्त्या स्वाभाविकत्वात् जीवस्वभावमयत्वात् सम्यग्दर्शनादेः समञ्जसप्रवृत्तिनिमित्तस्य ।।७४।।
આ જ વિષયને વિચારે છે :યોગ્ય પ્રવૃત્તિમાં નિમિત્ત એવો સમ્યગ્દર્શનાદિ પરિણામ પરમાર્થવૃત્તિથી
૩૩)