________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
तत्तीव्रताऽऽधानार्थमुपदेशः प्रवर्त्यत इति ।।६७।।
તથા ચક્રભ્રમણની મંદતામાં ભમાધાનના દૃષ્ટાંતથી ચારિત્રપરિણામના સંરક્ષણ માટે અનુષ્ઠાનોનો ઉપદેશ છે. મેળવેલા ચારિત્રપરિણામનું સંરક્ષણ કરવા માટેના (=સંરક્ષણ કરનારા) અનુષ્ઠાનોનો, “સાધુ અપ્રમત્ત બનીને અકલ્યાણમિત્ર પાસત્થા આદિની સાથે સંબંધ ન રાખે, તથા ઘીર અને શુદ્ધ ચારિત્રી સાધુઓની સાથે સંબંધ રાખે.” ઈત્યાદિ જે ઉપદેશ છે તે, ચક્રભ્રમણની મંદતામાં ભ્રમાધાનના દૃગંતને આશ્રયીને છે.
ભાવાર્થ - કુંભાર ચક્રને દંડવડે જોરથી ફેરવે છે. ચક્રજોરથી ફરવા માંડે એટલે કુંભાર ફેરવાનું મૂકી દે છે. આથી ચક્ર પ્રારંભમાં તો જોરથી ફરે છે. પણ પછી મંદ થઈ જાય છે. આથી કુંભાર ફરી દંડથી ચક્ર ફેરવીને ચક્રભ્રમણમાં તીવ્રતા લાવે છે. તેવી રીતે સાધુના ચારિત્રપરિણામમાં તેવા પ્રકારના વીર્યહાસથી મંદતા આવે ત્યારે તીવ્રતા લાવવા માટે સાધુઓને ઉપદેશ આપવામાં આવે છે. ભ્રમાધાન = મંદ પડેલા ચક્રભ્રમણમાં ફરી તીવ્રતા લાવવી. સૂત્રમાં રહેલા આદિ શબ્દથી અરઘટ્ટયંત્ર વગેરેનું ભ્રમણ સમજવું. (૭). अथोपदेशनिष्फलत्वमभिधातुमाह
__माध्यस्थ्ये तद्वैफल्यमेव ॥६८॥४३५॥ इति ।
माध्यस्थ्ये मध्यस्थभावे अप्रवृत्ति-प्रवृत्त्यवसानयोर्मध्यभागरूपे, प्रवृत्तौ सत्यामित्यर्थः, મારા ઉદ્દેશ વૈઋત્ય વિઝનમાવઃ ||૮
હવે ઉપદેશની નિષ્કલતાને કહેવા માટે કહે છેઃ
મધ્યસ્થભાવમાં ઉપદેશ નિષ્ફલ જ છે. ચારિત્રપરિણામ ન થયો હોય અને ચારિત્રપરિણામ મંદ ન થયો હોય એ બેના મધ્યભાગમાં અર્થાત્ ચારિત્રપરિણામ તીવ્ર હોય ત્યારે ઉપદેશ નિરર્થક છે. (૮)
कुत इत्याह
स्वयंभ्रमणसिद्धेः ॥६९॥४३६॥ इति। स्वयम् आत्मनैव भ्रमणसिद्धेः चक्रभ्रमतुल्यप्रवृत्तिसिद्धेः ।।६९।। મધ્યસ્થભાવમાં ઉપદેશ શાથી નિપ્પલ છે તે કહે છે :પોતાની મેળે જ ભ્રમણ થઈ રહ્યું હોવાથી મધ્યસ્થભાવમાં ઉપદેશ નિષ્ફળ
૩૨૮