________________
ધર્મબિંદુપ્રકરણ
છઠુઠો અધ્યાય
ભાવના જ મોક્ષનો મુખ્ય હેતુ શાથી છે તે કહે છે :
ભાવનાની સ્થિરતાથી કુશલોની = સર્વકલ્યાણકારી આચારોની સ્થિરતા થાય છે એ સ્પષ્ટ છે. આથી ભાવના જ મોક્ષનો મુખ્ય હેતુ છે. (૨૯)
इयमपि कुत इत्याह - भावनानुगतस्य ज्ञानस्य तत्त्वतो ज्ञानत्वात् ॥३०॥३९७॥ इति । इह त्रीणि ज्ञानानि- श्रुतज्ञानं चिन्ताज्ञानं भावनाज्ञानं चेति, तल्लक्षणं चेदम् - वाक्यार्थमात्रविषयं कोष्ठकगतबीजसंनिभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलम् ।।२०६।। यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम्। • उदक इव तैलबिन्दुर्विसर्पि चिन्तामयं तत् स्यात् ।।२०७।। ऐदम्पर्यगतं यद् विध्यादौ यत्नवत् तथैवोच्चैः ।
થતા ભાવનામ શુદ્ધસદ્રત્સવીતસમન્ //ર૦૮ના (પોડ. 99/૭,૮,૧) ततो भावनानुगतस्य भावनानुविद्धस्य ज्ञानस्य बोधविशेषस्य तत्त्वतः पारमार्थिकवृत्त्या ज्ञानत्वाद् अवबोधत्वात् ।।३०।। ભાવનાની સ્થિરતાથી કુશલ આચારોની સ્થિરતા શાથી થાય છે તે કહે છે :
ભાવનાથી ઓતપ્રોત થયેલ જ્ઞાન પરમાર્થથી જ્ઞાન હોવાથી ભાવનાની સ્થિરતાથી સર્વકલ્યાણકારી આચારોની સ્થિરતા થાય છે.
જ્ઞાનના શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન એમ ત્રણ પ્રકાર છે. શ્રુત જ્ઞાન વગેરેનું લક્ષણ આ પ્રમાણે છેઃ- ચિંતન-મનન વિના માત્ર શ્રતથી સાંભળવાથી કે વાંચવાથી) થયેલું કદાગ્રહ રહિત વાક્યર્થ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન કોઠીમાં રહેલા બીજ સમાન છે. જેમ કોઠીમાં પડેલા બીજમાં ફળની શક્તિ રહેલી છે, જો યોગ્ય ભૂમિ આદિ નિમિત્તો મળે તો તેમાંથી ફળ – પાક થાય, તેમ શ્રુત જ્ઞાનમાં ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનરૂપ ફળ – પાક થવાની શક્તિ રહેલી છે. શ્રુતજ્ઞાનમાં હિતમાં પ્રવૃત્તિ કરાવવાની અને અહિતથી નિવૃત્તિ કરાવવાની શક્તિ નથી. કોઠીમાં પડેલું બીજ જેમ ઉપયોગમાં આવતું નથી, તેમ માત્ર શ્રુતજ્ઞાનથી લાભ (હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિરૂપ) થતો નથી.
ચિંતાજ્ઞાન - સાંભળ્યા કે વાંચ્યા પછી અત્યંત સૂક્ષ્મ અને સુંદર યુક્તિઓથી
૩૦૯