________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
मणिविशेषेण कल्पस्य तुल्यस्य भगवतः पारगतस्य बहुमानगर्भं प्रीतिसारं स्मरणम् નુધ્યાને નાતે ||૪||
આ જ વિષયને વિચારતા ગ્રંથકાર કહે છેઃ
કારણ કે વચનોપયોગ કરવામાં આવે ત્યારે અચિંત્ય ચિંતામણી સમાન ભગવાનનું બહુમાનગર્ભ સ્મરણ થાય છે. અચિંત્ય = જેનો પ્રભાવ ચિંતવી (= કલ્પી) ન શકાય તે અચિંત્ય. બહુમાન ગર્ભ = જેમાં પ્રીતિની પ્રધાનતા છે તેવું. (૪૧)
कथमित्याह
भगवतैवमुक्तमित्याराधनायोगात् ॥४२॥४०९॥ इति ।
भगवता अर्हता एवं क्रियमाणप्रकारेण उक्तं निरूपितं प्रत्युपेक्षणादि इति अनेन रूपेण आराधनायोगाद् अनुकूलभावजननेनेति ।।४२।।
વચનોપયોગમાં ભગવાનનું સ્મરણ શાથી થાય છે તે કહે છે -
કારણ કે “ભગવાને આ પ્રમાણે કહ્યું છે” એમ આરાધનાનો યોગ થાય છે. “ભગવાને પડિલેહણાદિ આ પ્રમાણે કરવાનું કહ્યું છે' એ પ્રમાણે વચનોપયોગથી ભગવાનની આજ્ઞાની આરાધનાને અનુકૂલ ભાવ ઉત્પન્ન થવા દ્વારા ભગવાનની આજ્ઞાની આરાધનાનો યોગ થવાના કારણે ભગવાનનું સ્મરણ છે. (૧) ભગવાને પડિલેહણાદિ આ પ્રમાણે કરવાનું કહ્યું છે એમ વચનોપયોગથી ભગવાનની આરાધનાને અનુકૂલ ભાવ ઉત્પન્ન થાય છે. (૨) ભગવાનની આજ્ઞાની આરાધનાને અનુકૂલ ભાવ ઉત્પન્ન થતાં ભગવાનની આજ્ઞાની આરાધનાનો યોગ થાય છે. ભગવાનની આજ્ઞાની આરાધનાનો યોગ એટલે ભગવાનની આજ્ઞાની આરાધનાનો સંબંધ. ભગવાનની આજ્ઞાની આરાધનાનો સંબંધ એટલે ભગવાનની આજ્ઞાનું પાલન. (૩) ભગવાનની આજ્ઞાની આરાધનાના યોગથી ભગવાનનું સ્મરણ થાય છે. કેમ કે ભગવાનની આજ્ઞાની આરાધનાનો યોગ થાય તો જ ભગવાનનું પરમાર્થથી સ્મરણ થાય છે.) (૪૨)
एवं सति यत् सिद्धं तदाहएवं च प्रायो भगवत एव चेतसि समवस्थानम् ॥४३॥४१०॥ इति ।
૩૧૫