________________
ધર્મબિંદુપ્રકરણ
છઠુઠો અધ્યાય
સુવર્ણના જવલાનું ભક્ષણ કરનારા ક્રૌંચ જીવને ન કહેનારા, લીલા ચામડાની પાઘડીથી વીંટળાયેલા અને જેમને સોનીએ મારવાનું શરૂ કર્યું છે એવા મહામુનિ મેતાર્યની જેમ આજે પણ મહાસત્ત્વવંત પુરુષો દેખાય છે.
અનર્થો પ્રાપ્ત થવા છતાં એ સ્થળે “છતાં” શબ્દનો અર્થ આ પ્રમાણે છે :પ્રત્યક્ષ અનર્થો પ્રાપ્ત થવા છતાં જો અપ્રત્યક્ષ અનર્થોથી પાછા ફરે છે તો પછી પ્રત્યક્ષ અનર્થો પ્રાપ્ત ન થાય તો અપ્રત્યક્ષ અનર્થોથી પાછા કેમ ન ફરે? અર્થાત અવશ્ય
ફરે.
અન્યરક્ષા = પોતાનાથી અન્યની મરણ આદિથી રક્ષા કરવી. સૂત્રમાં રહેલ આદિ શબ્દથી મોક્ષમાર્ગની શ્રદ્ધા વગેરેનું આરોપણ કરવારૂપ પરોપકાર સમજવો.
સૂત્રમાં ઈતિ શબ્દ વાક્યની સમાપ્તિ અર્થમાં છે.
તાત્પર્ય :- ભાવનાજ્ઞાનવાળા પુરુષો પોતાને વર્તમાનમાં કષ્ટ પ્રાપ્ત થવા છતાં આત્માનું અહિત થાય તેવો વિચાર, વાણી કે વર્તન કરતા નથી. તેવી જ રીતે સ્વયં કષ્ટ વેઠીને પણ અન્યને બોધ પમાડવો વગેરે હિતપ્રવૃત્તિ કરે છે. આથી ભાવના જ્ઞાનમાં મતિવિપેર્યાસ ન હોય એ સિદ્ધ થાય છે. (૩૬)
निगमयन्नाहइति मुमुक्षोः सर्वत्र भावनायामेव यत्नः श्रेयान् ॥३७॥४०४॥ इति ।
इति एवमुक्तयुक्तेः मुमुक्षोः यतेः सर्वत्र कृत्ये भावनायामेव उक्तलक्षणायां यत्नः आदरः श्रेयान् प्रशस्यः ।।३७।।
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે :
આ પ્રમાણે કહેલી યુક્તિથી સાધુએ સર્વકાર્યોમાં ભાવનાજ્ઞાન વિષે આદર કરવો એ જ શ્રેષ્ઠ છે. (૩૭)
कुत इत्याहतद्भावे निसर्गत एव सर्वथा दोषोपरतिसिद्धेः ॥३८॥४०५॥ इति ।
तद्भावे भावनाभावे निसर्गत एव स्वभावादेव सर्वथा सर्वैः प्रकारैर्दोषाणां रागादीनाम् उपरतिसिद्धेः ।।३८।।
ભાવનાજ્ઞાનમાં આદર કરવો એ શ્રેષ્ઠ શાથી છે તે કહે છે :
૩૧૩