________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
श्रुतमय्यां प्रज्ञायां आत्मनो बोधमात्रमेव बहिरङ्गम्, न त्वन्तःपरिणतिरिति ।।३२।।
આમ શાથી છે તે કહે છે :
શ્રુતજ્ઞાન માત્ર ઉપરાગ હોવાથી તેનાથી ભાવનાજ્ઞાન જેવું દર્શન - જ્ઞાન થતું નથી. જેમ જપાપુષ્પના સાંનિધ્યથી સ્ફટિકમણિમાં જપાપુષ્પના રંગનો માત્ર ઉપરાગ થાય છે, પણ મણિ તરૂપ (=પુષ્પના રંગમય) બની જતો નથી, તેમ શ્રુત જ્ઞાનના યોગથી આત્માને માત્ર બાહ્ય બોધ થાય છે, પણ આંતરિક પરિણતિ થતી નથી. (૩૨)
एतदपि कुत इत्याह
કૃષ્ટવપામ્યોગનિવૃત્ત રૂા.૪૦૦ રૂતિ . यथा भावनाज्ञातेन दृष्टेभ्य उपलक्षणत्वाद् ज्ञातेभ्यश्चानर्थेभ्यो निवर्तते एवं श्रुतमयप्रज्ञाप्रवृत्तावप्यपायेभ्योऽनिवृत्तेः अनिवर्तनात् ।।३३।।
આ (શ્રુતજ્ઞાન માત્ર ઉપરાગ છે એ) પણ શાથી છે તે કહે છે :
શ્રુતજ્ઞાનથી જોયેલ - જાણેલ અનર્થથી નિવૃત્તિ ન થતી હોવાથી શ્રુતજ્ઞાન ઉપરાગ માત્ર છે. જીવ જેવી રીતે ભાવનાજ્ઞાનથી જોયેલ - જાણેલ અનર્થથી નિવૃત્ત થાય છે એ રીતે શ્રુતમયજ્ઞાની પ્રવૃત્તિ થવા છતાં, અર્થાત્ શ્રુતજ્ઞાનથી અનર્થોને જાણવા છતાં, અનર્થોથી નિવૃત્ત થતો નથી. (૩૩)
ननु भावनाज्ञानेऽप्यपायेभ्यो निवृत्तिरसम्भविनीत्याह
તન્ને ર હિતાદિતયોઃ પ્રવૃત્તિ-નિવૃત્તી ! રૂ૪૪૦૧ાા રૂતિ !
एतन्मूले च भावनाज्ञानपूर्विके एव, चकारस्यैवार्थत्वात्, हिताहितयोः प्रतीतयोः यथासंख्यं प्रवृत्ति-निवृत्ती विधि -प्रतिषेधरूपे भवतः मतिमताम्, नान्यज्ञानमूले इति //રૂ૪||
ભાવનાજ્ઞાનમાં પણ અનર્થોથી નિવૃત્તિનો અસંભવ છે એવી શંકા કરીને તેનું સમાધાન કરે છે :
બુદ્ધિમાન પુરુષોની હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ ભાવનાજ્ઞાન પૂર્વક જ હોય છે, અન્ય જ્ઞાનપૂર્વક નહિ. (૩૪).
૩૧૧