________________
ધર્મબિંદુપ્રકરણ
છડૂઠો અધ્યાય
સર્વકાર્યોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરવાથી અતિચાર ન લાગે. (૫૨)
इयमपि कथम् ? उच्यते
સમાવપ્રતિવસ્થા કરારો રૂતિ सद्भावो शक्यतया सत्यरूपे कृत्येऽर्थे चित्तस्य प्रतिबन्धात् प्रतिबद्धत्वात् ।।५३।। યથાશક્તિ પ્રવૃત્તિથી અતિચાર ન લાગવાનું કારણ કહે છે -
જે શક્ય હોવાના કારણે સત્યરૂપ છે, એવા કરવા લાયક કાર્યમાં ચિત્ત બંધાયેલું = ચોટેલું) હોવાથી યથાશક્તિ પ્રવૃત્તિ કરવાથી અતિચાર ન લાગે. (જ કાર્ય શક્ય હોય તે જ સત્ય (= પારમાર્થિક) છે, અને તેમાં જ ચિત્ત બંધાય છે – ચોટે છે, અશક્યમાં ચિત્ત ચોંટતુ નથી. જેમાં ચિત્ત ચોટે તેમાં અતિચાર ન લાગે. કારણકે તેમાં બહુ જ સાવધગિરિ હોય છે.) (૫૩)
विपर्यये बाधकमाह
इतरथाऽऽर्तध्यानापत्तिः ॥५४॥४२१॥ इति । इतरथा अनुचितारम्भे आर्त्तध्यानस्य प्रतीतरूपस्य आपत्तिः प्रसङ्गः स्यात् ।।५४।। ઉલટું કરવામાં દોષ કહે છેઃઅયોગ્ય અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આર્તધ્યાનનો પ્રસંગ થાય. (૫૪)
कथमित्याह
अकालौत्सुक्यस्य तत्त्वतस्तत्त्वात् ॥५५॥४२२॥ इति ।
अकाले चिकीर्षितकार्यारम्भाप्रस्तावे यदौत्सुक्यं तत्कालोचितकार्यान्तरपरिहारेण तीव्रचिकी लक्षणं तस्य तत्त्वतः परमार्थतः तत्त्वात् आर्तध्यानत्वात्, व्यवहारतस्तु धर्मध्यानत्वमपि इति तत्त्वग्रहणमिति ।।५५।।
આર્તધ્યાનનો પ્રસંગ કેવી રીતે આવે તે કહે છે :કારણકે અકાલે ઉત્સુકતા પરમાર્થથી આર્તધ્યાન છે. અકાલે = કરવાને ઈચ્છેલા કાર્યનો પ્રારંભ કરવાનો અવસર ન હોય ત્યારે ઉત્સુકતા = તે કાળે કરવા યોગ્ય બીજા કાર્યોનો ત્યાગ કરીને અમુક કાર્યને કરવાની તીવ્ર ઈચ્છા. અકાલે ઉત્સુકતા વ્યવહારથી તો ધર્મધ્યાન પણ હોય. આથી અહીં પરમાર્થથી એમ કહ્યું.
૩૨૦