________________
ધર્મબિંદુપ્રકરણ
છઠ્ઠઠો અધ્યાય
मृत्पिण्डादिर्घटस्य, नादर्शयति चात्मानमौत्सुक्यं कार्यप्रवृत्तिकाले मतिमतामिति कथं तत् तत्साधनभावं लब्धुमर्हतीति, अत एव पठ्यतेऽन्यत्र
अत्वरापूर्वकं सर्वं गमनं कृत्यमेव वा। प्रणिधानसमायुक्तमपायपरिहारतः ।।२११।। (योगदृष्टि० ५१) इति ।।५८।। ઉત્સુક કેમ ન બનવું જોઈએ તે કહે છેઃ
કારણકે પ્રવૃત્તિકાલે ઉત્સુકતાનો અભાવ હોય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે- સર્કંપાયમાં પ્રવૃત્ત થયેલા બુદ્ધિમાન પુરુષો કાર્યની ઉત્સુકતાનું આલંબન લેતા નથી, અર્થાત્ કાર્યમાં ઉત્સુક બનતા નથી. કારણકે સઉપાય કાર્યને સિદ્ધ કર્યા વિના અટકતું નથી. તેથી જે વસ્તુ જે કાર્યના સાધન તરીકે નિશ્ચિત કરાય છે તે વસ્તુ તે કાર્યના પ્રવૃત્તિ કાલે (= અવસરે) અવશ્ય પોતાના સત્ત્વને (= પોતાની ધ્યાતિને) બતાવે છે. જેમ કે મૃતપિંડ વગેરે ઘટરૂપકાર્યના પ્રવૃત્તિકાલે પોતાના સત્ત્વને (= સત્તાને) બતાવે છે. ઉત્સુક્તા કાર્યના પ્રવૃત્તિ કાલે પોતાને બુદ્ધિમાન પુરુષોને બતાવતી નથી. અર્થાત્ બુદ્ધિમાન પુરુષો કોઈ કાર્ય કરવામાં વિચાર્યા વિના ઉતાવળ કરતા નથી. આથી તે પ્રવૃત્તિકાલનું હેતુપણું મેળવવાને કેવી રીતે યોગ્ય થાય? અર્થાત્ ન થાય. આથી જ બીજા સ્થળે કહ્યું છે કે “દેવમંદિરમાં જવું વગેરે સર્વ ગતિ અથવા વંદન વગેરે સર્વકાર્યો ઉતાવળ કર્યા વિના (= વ્યાકુલતાથી રહિત બનીને) કરવા, તથા દૃષ્ટિ આદિથી થતા (દૃષ્ટિને ગમે ત્યાં ફેરવવી વગેરેથી થતા) અનર્થોનો ત્યાગ કરીને માનસિક એકાગ્રતા પૂર્વક કરવા.” (૫૮)
यदि नौत्सुक्यं प्रवृत्तिकालसाधनं तर्हि किं साधनमित्याशङ्क्याह
प्रभूतान्येव तु प्रवृत्तिकालसाधनानि ॥५९॥४२६।। इति । प्रभूतान्येव तु वहून्येव न पुनरेकं किञ्चन प्रवृत्तिकालसाधनानि सन्तीति ।।५९।।
જો ઉત્સુકતા પ્રવૃત્તિકાલનું સાધન નથી તો તેનું સાધન શું છે? એવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છે -
પ્રવૃત્તિકાલનાં સાધનો ઘણાં જ છે. (પ)
कुत इत्याहनिदानश्रवणादेरपि केषाञ्चित् प्रवृत्तिमात्रदर्शनात् ॥६०॥४२७॥ इति।
૩૨૨