________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
II
ઇવ વિજય રૂતિ દુકા,
તેમની દીક્ષામાં માત્ર પ્રવૃત્તિ સદ્ભાવથી દીક્ષા સ્વીકારના કાલનો હેતુ કેવી રીતે બને છે? એવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છે. -
માત્ર પ્રવૃત્તિ પણ તે રીતે પરંપરાએ ભાવદીક્ષા સ્વીકારના કાલનો હેતુ બને છે. સંભળાય છે કે કેટલાકો પહેલાં તેવા પ્રકારના ભોગોની ઈચ્છા આદિ આલંબનથી દ્રવ્યદીક્ષા સ્વીકારીને પછી દ્રવ્યદીક્ષાના અભ્યાસથી જ અતિતીવ્ર ચારિત્રમોહનો ઉદય હઠી જવાથી ભાવદીક્ષા સ્વીકારના કાલના આરાધકો થયા, અર્થાત્ ભાવથી દિક્ષા સ્વીકારનારા બન્યા. જેમ કે આ જ ગોવિદવાચક વગેરે. (૬૧) तर्हि प्रवृत्तिमात्रमपि कर्त्तव्यमापन्नमित्याह
यतिधर्माधिकारश्चायमिति प्रतिषेधः ॥६२॥४२९॥ इति ।
यतिधर्माधिकारः शुद्धसाधुधर्मप्रस्तावः पुनरयं प्रक्रान्तः इति एतस्माद्धेतोः प्रतिषेधो निवारणं प्रवृत्तिमात्रस्य, नहि यथा कथञ्चित् प्रवृत्तः सर्वोऽपि प्राणी भावधर्मप्रवृत्तिकालाराधको भवति, किन्तु घुणाक्षरप्रवृत्त्या कश्चिदेवेति सर्वत्रौचित्येन પ્રવર્તતવ્યમ્ //દ્રા,
તો માત્ર પ્રવૃત્તિ પણ કરવા યોગ્ય છે એમ પ્રાપ્ત થયું, આથી કહે છે -
આ શુદ્ધ સાધુધર્મનો અધિકાર શરૂ કર્યો છે. આથી માત્ર પ્રવૃત્તિનો પ્રતિષેધ છે. ગમે તેમ પ્રવૃત્તિ કરનારા બધાય જીવો ભાવધર્મના પ્રવૃત્તિકાલના આરાધક બનતા નથી, અર્થાત્ ભાવધર્મના આરાધક બનતા નથી, કિંતુ ઘુણાક્ષર “વૃત્તાંતથી કોઈક જ ભાવધર્મના આરાધક બને છે. આથી સર્વત્ર (= સાધુધર્મમાં અને ગૃહસ્થ ધર્મમાં) ઔચિત્યથી પ્રવૃત્તિ કરવી. (૨) अभ्युच्चयमाह
न चैतत् परिणते चारित्रपरिणामे ॥६३॥४३०॥ इति । न च नैव एतद् अकालौत्सुक्यं परिणते अङ्गाङ्गीभावमागते चारित्रपरिणामे ।।६३।।
• ઘુણ નામનો કીડો લાકડાને એવી રીતે કોતરે કે જેથી તેમાં અક્ષરો કોતરાઈ જાય. અહીં કીડાનો અક્ષરો કોતરવાનો આશય હોતો નથી, અનાયાસે જ અક્ષરો કોતરાઈ જાય છે. તેવી રીતે કોઇ કામ કરવાનો આશય ન હોય, કોઈ કામ કરવાનો પ્રયત્ન ન હોય અને એ કામ થઈ જાય ત્યાં ગુણાક્ષરવૃત્તાંતનો (ગુણાક્ષર ન્યાયનો) પ્રયોગ થાય છે.
૩૨૪