________________
ધર્મબિંદુપ્રકરણ
શ્રવળાવી પ્રતિજ્ઞેઃ ॥૨૪૫૩૬૧૫ કૃતિ ।
स्वयमेव शास्त्रश्रवणे आदिशब्दादन्येन वा प्रेरणायां कृतायां प्रतिपत्तेः अनाभोगेन विहितं मयेदमसुन्दरमनुष्ठानमित्यङ्गीकरणात् ||२४||
આ (= માર્ગને અનુરૂપ રુચિરૂપ સ્વભાવ) શાથી છે તે કહે છે :
શાસ્ત્રનું શ્રવણ કરતાં મેં આ બરોબર નથી કર્યું એમ ખ્યાલ આવતાં ‘‘મારાથી આ અનુષ્ઠાન અનાભોગથી બરોબર નથી કરાયું'' એમ પોતાની ભૂલનો જાતે જ સ્વીકાર કરે, અથવા બીજાઓ પ્રેરણા કરે તેથી પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. આથી તેનો માર્ગને અનુરૂપ રુચિ રૂપ સ્વભાવ છે. (૨૪)
इयमपि
||ર||
છઠ્ઠો અધ્યાય
અતવાવારર્દળાત્ ॥રચારૂ૧૨૫ રૂતિ ।
असदाचारस्य अनुचितानुष्ठानस्य गर्हणात् तदुचितप्रायश्चित्तप्रतिपत्त्या निन्दनात्
આ સ્વીકાર પણ શાથી છે તે કહે છે :
ચારિત્રથી યુક્ત જીવ અયોગ્ય અનુષ્ઠાનની તેને ઉચિત પ્રાયશ્ચિત્તના સ્વીકાર વડે ગર્હ = નિંદા કરે છે, તેથી પોતાની ભૂલનો સ્વીકાર કરે છે એ નક્કી થાય છે. [(૧) અસદાચારની ગર્દાથી ભૂલના સ્વીકારનો નિર્ણય થાય છે. (૨) ભૂલના સ્વીકારથી માર્ગને અનુરૂપ રુચિરૂપ સ્વભાવનો નિર્ણય થાય છે. (૩) માર્ગને અનુરૂપ રુચિરૂપ સ્વભાવથી માર્ગાનુસારપણાનો નિર્ણય થાય છે. (૪) માર્ગાનુસારિપણાથી પોતાના સ્વભાવની વૃદ્ધિનો નિર્ણય થાય છે. (૫) પોતાના સ્વભાવની વૃદ્ધિથી અતત્ત્વમાં આગ્રહના અભાવનો નિર્ણય થાય છે.
હવે આનાથી વિપરીત વિચારીએ- (૧) અતત્ત્વમાં આગ્રહનો અભાવ પોતાના સ્વભાવની વૃદ્ધિના કારણે છે. (૨) પોતાના સ્વભાવની વૃદ્ધિ માર્ગાનુસારિપણાના કારણે થાય છે. (૩) માર્ગાનુસારિપણું માર્ગને અનુરૂપ રુચિરૂપ સ્વભાવના કારણે છે. (૪) માર્ગને અનુરૂપ રુચિરૂપ સ્વભાવ ભૂલના સ્વીકારથી છે. (૫) ભૂલનો સ્વીકાર અસદાચારની ગર્હાથી છે.] (૨૫)
अथ प्रस्तुतमेव निगमयन्नाह
૩૦૭