________________
ધર્મબિંદુપ્રકરણ
છડૂઠો અધ્યાય
અનુષ્ઠાન અસદ્ આગ્રહનું કાર્ય છે. (જ્યાં કાર્ય હોય ત્યાં કારણ અવશ્ય હોય એવો નિયમ છે. આથી જ્યાં અયોગ્ય અનુષ્ઠાન રૂપ કાર્ય હોય ત્યાં અસદ્ આગ્રહરૂપ કારણ અવશ્ય હોય.)
અહીં અપવાદ કહે છે:- જો અસત્ આગ્રહ વિના કેવળ અનાભોગથી જ = સૂક્ષ્મ જ્ઞાનના અભાવથી જ અયોગ્ય અનુષ્ઠાન સ્વીકારવામાં આવે તો અસત્ આગ્રહ ન હોય. (૧૮)
एवं सति किं सिद्धमित्याह
सम्भवति तद्वतोऽपि चारित्रम् ॥१९॥३८६॥ इति ।
सम्भवति जायते तद्वतोऽपि अनाभोगमात्रादनुचितप्रतिपत्तिमतोऽपि, किं पुनस्तदन्यस्येत्यपिशब्दार्थः, चारित्रं सर्वविरतिरूपम् ।।१९।।
આ પ્રમાણે થતાં શું સિદ્ધ થયું તે કહે છે :
માત્ર અનાભોગથી અયોગ્ય અનુષ્ઠાન સ્વીકારનારને પણ ચારિત્ર હોય. “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે:- માત્ર અનાભોગથી અયોગ્ય અનુષ્ઠાન સ્વીકારનારને પણ ચારિત્ર હોય તો પછી તેનાથી અન્યને ( = યોગ્ય અનુષ્ઠાન સ્વીકારનારને) તો અવશ્ય ચારિત્ર હોય. ચારિત્ર = સર્વવિરતિ. (૧૯). अत्रैव विशेषमाह
अनभिनिवेशवांस्तु तद्युक्तः खल्वतत्त्वे ॥२०॥३८७॥ इति ।
अनभिनिवेशवान् निराग्रहः पुनस्तयुक्तश्चारित्रयुक्तो ज़ीवोऽनाभोगेऽपि खलु निश्चयेन अतत्त्वे प्रवचनाबाधितार्थे ।।२०।।
અહીં જ વિશેષ કહે છેઃ
ચારિત્રયુક્ત જીવ અવશ્ય અતત્ત્વમાં આગ્રહથી રહિત હોય. ચારિત્રયુક્ત જીવ અનાભોગમાં પણ (= સૂક્ષ્મ જ્ઞાન ન હોય તો પણ) અવશ્ય અતત્ત્વમાં = પ્રવચનથી બાધિત અર્થમાં (અર્થાત્ પ્રવચનથી સિદ્ધ ન થઈ શકે તેવા અર્થમાં) આગ્રહથી રહિત હોય. (૨૦)
एतदपि कुत इत्याह
સ્વસ્જમાવીષત રાારૂ ૮૮ તિ
૩૦૫ ,