________________
ધર્મબિંદુપ્રકરણ
છડૂઠો અધ્યાય
સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની સિદ્ધિ કરે છે. યોગ્ય અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે રત્નત્રયને સિદ્ધ કરે એવો ઉત્કૃષ્ટ વિવેક અવશ્ય પ્રગટે છે. આથી યોગ્ય અનુષ્ઠાન કર્મક્ષયનું ઉત્કૃષ્ટ કારણ છે.
વિવેક = આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી એવા વસ્તુવિભાગનું વિશિષ્ટ જ્ઞાન. (૧૪) अत्रैव व्यतिरेकमाहअननुष्ठानमन्यदकामनिर्जराङ्गमुक्तविपर्ययात् ॥१५॥३८२॥ इति । ___ अननुष्ठानम् अनुष्ठानमेव न भवति अन्यत् विलक्षणं उचितानुष्ठानात्, तर्हि कीदृशं तदित्याह- अकामनिर्जराङ्गम्, अकामस्य निरभिलाषस्य तथाविधबलीवर्दादेरिव या निर्जरा कर्मक्षपणा तस्या अङ्गं निमित्तम्, न तु मुक्तिफलाया निर्जरायाः, कुत इत्याहउक्तविपर्ययात् उदग्रविवेकाभावेन रत्नत्रयाराधानाभावादिति ।।१५।।
અહીં જ વ્યતિરેકથી ( = વિપરીતથી) કહે છે :
બીજાં અનુષ્ઠાન અનનુષ્ઠાન છે અને અકામ નિર્જરાનું કારણ છે. કારણ કે એમાં પૂર્વોક્તથી ઉલટું છે. બીજાં = યોગ્ય અનુષ્ઠાનથી બીજાં, અર્થાત્ અયોગ્ય. અનનુષ્ઠાન છે = અનુષ્ઠાન જ નથી. અયોગ્ય અનુષ્ઠાન પરમાર્થથી અનુષ્ઠાન જ નથી અને તેવા પ્રકારના બળદ વગેરેની જેમ અકામનિર્જરાનું કારણ છે. મુક્તિ રૂપ ફલવાળી નિર્જરાનું કારણ નથી. અર્થાત્ જેમ બળદ વગેરેને કષ્ટ સહન કરવાથી અકામ નિર્જરા થાય છે, તેમ અયોગ્ય અનુષ્ઠાન કરનારને અકામ નિર્જરા થાય છે, મુક્તિ મળે તેવી સકામ નિર્જરા થતી નથી. કારણ કે તેમાં પૂર્વોક્ત ઉચિત અનુષ્ઠાનથી ઉલટું છે. યોગ્ય અનુષ્ઠાન કરનારમાં ઉત્કૃષ્ટ વિવેક હોય છે, અને એથી યોગ્ય અનુષ્ઠાન રત્નત્રયની સિદ્ધિ કરે છે. જ્યારે અયોગ્ય અનુષ્ઠાન કરનારમાં ઉત્કૃષ્ટ વિવેકનો અભાવ હોય છે અને એથી એ રત્નત્રયની સિદ્ધિ કરતું નથી. (૧૫) एतदेव भावयन्नाह
નિર્વાણમિત્ર તત્ત્વતોડનુષ્ઠાન 9 દારૂ ૮ણા રૂતિ .
निर्वाणफलं मुक्तिकार्यम् अत्र जिनवचने तत्त्वतः परमार्थवृत्त्या, अनुषङ्गतः स्वर्गादिफलभावेऽपि, अनुष्ठानं सम्यग्दर्शनाद्याराधनारूपं प्रोच्यत इति ।।१६।। આ જ વિષયને વિચારતા ગ્રંથકાર કહે છે :
૩૦૩