________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
તપ - સત્ત્વ - સૂત્ર - એકત્વ - બલ એ પાંચ તુલનાઓથી પોતાને તોળીને. ઉચિત સમયે = તિથિ - વાર - નક્ષત્ર – યોગ-લગ્ન એ પાંચની શુદ્ધિ હોય તેવા સમયે. આજ્ઞાપ્રામાણ્યથી તે પ્રમાણે જ યોગની વૃદ્ધિ થવાથી = આજ્ઞાપ્રામાણ્યથી એટલે આ વિષયમાં આજ્ઞા પ્રમાણ છે એવા પરિણામથી. તે પ્રમાણે જ એટલે સ્વીકારવાને ઇચ્છેલા નિરપેક્ષ યતિધર્મને અનુરૂપપણે જ. યોગવૃદ્ધિ એટલે સમ્યગ્દર્શન - જ્ઞાનચારિત્રરૂપ ઘર્મક્રિયાની વૃદ્ધિ. (યોગ્ય જીવ નિરપેક્ષ યતિધર્મને સ્વીકારવા ઈચ્છે ત્યારે તેના આત્મામાં નિરપેક્ષ યતિધર્મને સ્વીકારવામાં આજ્ઞા જ પ્રમાણ છે એવા પરિણામ થાય છે. એવા પરિણામ થવાથી સ્વીકારવાને ઈચ્છેલા નિરપેક્ષ યતિધર્મને અનુરૂપ (= યોગ્ય) સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપ ધર્મની ક્રિયાઓની વૃદ્ધિ થાય છે. આથી નિરપેક્ષયતિધર્મ અત્યંત શ્રેષ્ઠ છે.)
અનશનની જેમ = અંતકાલે કરવા યોગ્ય અનશનની ક્રિયાની જેમ.
નિરપેક્ષ યતિધર્મ = જિનકલ્પ વગેરે નિરપેક્ષ યતિધર્મ છે. આ ધર્મનું સ્વરૂપ (બૃહતુ) કલ્પ વગેરે ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. (૧૧)
तथा- तत्कल्पस्य च परार्थलब्धिविकलस्य ॥१२॥३७९॥ इति ।
तत्कल्पस्य निरपेक्षयतिधर्मप्रतिपत्तिसमर्थपुरुषविशेषतुल्यस्य अन्यस्यापि, चशब्दः समुच्चये, परं केवलं परार्थलब्धिविकलस्य तथाविधान्तरायादिकर्मपारतन्त्र्यदोषात् परार्थलब्या साधुशिष्यनिष्पादनादिसामर्थ्यलक्षणया विकलस्य, श्रेयान् निरपेक्षयतिधर्म इत्यनुवर्तते /9રો
તત્સમાન અન્ય પણ જો પરાર્થલબ્ધિથી રહિત હોય તો તેને પણ નિરપેક્ષયતિધર્મ અત્યંત શ્રેષ્ઠ છે. તસમાન = નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવા માટે સમર્થ પુરુષવિશેષની સમાન. પરાર્થલબ્ધિથી રહિત = તેવા પ્રકારના અંતરાયકર્મ વગેરે કર્મની પરતંત્રતારૂપ દોષથી સારા શિષ્યને તૈયાર કરવા વગેરેની શક્તિરૂપ પરાર્થલબ્ધિથી રહિત. ભાવાર્થઃ ઉપરના સૂત્રમાં જે સાધુ માટે નિરપેક્ષ યતિધર્મ શ્રેષ્ઠ કલ્યો છે તેના સમાન અન્ય સાધુ પણ સારા (= આચાર્ય આદિ પાંચ પદને યોગ્ય) શિષ્યો તૈયાર કરવાની લબ્ધિથી (= શક્તિથી) રહિત હોય તો તેના માટે પણ નિરપેક્ષ યતિધર્મ શ્રેષ્ઠ છે.
(સમર્થ પુરુષવિશેષની સમાન કેમ કહ્યું? તેનું સ્પષ્ટીકરણ :- કોઇ બે સાધુ
૩૦૧