________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
परिणामात् तथैव प्रतिपित्सितनिरपेक्षयतिधर्मानुरूपतयैव योगवृद्धः सम्यग्दर्शन-ज्ञानचारित्रलक्षणधर्मव्यापारवृद्धः प्रायोपवेशनवत्, प्रायोपवेशनम् अनशनम्, तद्वत्, पर्यन्तकालकरणीयानशनक्रियातुल्य इत्यर्थः, श्रेयान् अतिप्रशस्यः निरपेक्षयतिधर्मो जिनकल्पादिरूपः कल्पादिग्रन्थप्रसिद्धस्वरूपो वर्तत इति ।।११।।
આ પ્રમાણે સાપેક્ષ યતિધર્મને યોગ્ય કોણ છે તે કહીને નિરપેક્ષ યતિધર્મને યોગ્ય કોણ છે તે કહેવા માટે કહે છે:
જેને નવ વગેરે પૂર્વોનું જ્ઞાન હોય તે યથોક્ત ગુણોવાળો હોય તો પણ તેને તો, સારા શિષ્યો તૈયાર થયે છતે, અન્ય કાર્ય ન હોવાથી, શરીર વગેરેનું સામર્થ્ય હોય તો, સુંદર વાર્યાચારના પાલન વડે, તે રીતે પ્રમાદના જય માટે, સમ્યક રીતે, ઉચિત સમયે, આજ્ઞા પ્રામાણ્યથી તે પ્રમાણે જ યોગની વૃદ્ધિ થવાથી, અનશનની જેમ, નિરપેક્ષ યતિધર્મ અતિશ્રેષ્ઠ છે.
જેને નવ વગેરે પૂર્વોનું જ્ઞાન હોય = જેને નવમા પૂર્વની ત્રીજી વસ્તુથી આરંભી કંઈક ન્યૂન દશ પૂર્વ સુધીનું જ્ઞાન હોય. યથોક્તગુણવાળો હોય = આ ગ્રંથના છઠૂંઠા અધ્યાયના બીજા સૂત્રમાં કહેલા ““કલ્યાણાશય” વગેરે ગુણોવાળો હોય. સારા શિષ્યો તૈયાર થયે છતે = આચાર્ય - ઉપાધ્યાય - પ્રવર્તક - સ્થવિર - ગણાવચ્છેદક એ પાંચ પદને યોગ્ય શિષ્યો તૈયાર થઇ ગયા હોય. અન્ય કાર્ય ન હોવાથી = નિરપેક્ષ યતિધર્મથી અન્ય જે સાધ્વીઓનું પરિપાલન આદિ કાર્ય, તે કાર્ય ન હોવાથી.
શરીર વગેરેનું સામર્થ્ય હોય તો = વજઋષભનારાચ સંઘયણવાળું શરીર હોવાથી અને વજની ભીંત સમાન ધીરતા હોવાથી શરીર - મનનું ઘણું સામર્થ્ય હોય તો. સુંદર વીર્યાચારના પાલન વડે = વીર્યાચાર શુભસ્થાનમાં પ્રવૃત્ત હોવાથી સુંદર છે. અહીં વીર્યાચારનું સુંદર વિશેષણ છે, અર્થાત્ વીર્યાચારને સુંદર કહ્યો છે. વીર્યાચારને સુંદર કેમ કહ્યો છે તેના જવાબમાં કહ્યું છે કે વીર્યાચારનું નિરપેક્ષ યતિધર્મરૂપ શુભસ્થાનમાં પાલન થવાથી સુંદર છે. વીર્યાચાર એટલે સામર્થ્યને ન છુપાવવું, અર્થાત્ સામર્થ્યનો ઉપયોગ કરવો તે વીર્યાચાર. સુંદર વીર્યાચારનું પાલન થવાથી નિરપેક્ષ યતિધર્મ શ્રેષ્ઠ છે એ પ્રમાણે સંબંધ છે.
તે રીતે પ્રમાદના જય માટે = તે રીતે એટલે નિરપેક્ષ યતિધર્મના સ્વીકારરૂપ પ્રકારથી. પ્રમાદના જય માટે એટલે નિદ્રા વગેરે પ્રમાદને જીતવા માટે, અર્થાત્ નિરપેક્ષ યતિધર્મના સ્વીકારથી નિદ્રા આદિ પ્રમાદનો જય કરી શકાય છે, માટે નિરપેક્ષ યતિધર્મ શ્રેષ્ઠ છે એ પ્રમાણે સંબંધ છે. સમ્યક રીતે = શાસ્ત્રોક્ત વિધિથી
૩00