________________
ધર્મબિંદુપ્રકરણ
છઠુઠો અધ્યાય
તથા
સત્તાનપ્રવૃત્તેિ ધાર ૭૫ રૂતિ ! परार्थसम्पादनात् सन्तानस्य शिष्य-प्रशिष्यादिप्रवाहरूपस्य प्रवृत्तेः ।।८।।
શિષ્ય - પ્રશિષ્યાદિના પ્રવાહરૂપ પરંપરાની પ્રવૃત્તિ થવાથી (= પરંપરા ચાલવાથી) પરોપકાર સર્વધર્માનુષ્ઠાનોથી શ્રેષ્ઠ છે. (૮) તથા- યોત્રિયસ્થાણુપ્રભાવિત કરૂ રૂતિ .
योगत्रयस्यापि मनोवाक्कायकरणव्यापाररूपस्य परार्थसम्पादने क्रियमाणे, न पुनरेकस्यैवेत्यपिशब्दार्थः, उदग्रफलभावात्, उदग्रस्य प्रकारान्तरेणानुपलभ्यमानत्वेनात्युत्तमस्य फलस्य कर्मनिर्जरालक्षणस्य भावात्, नहि यथा देशनायां सर्वात्मना व्याप्रियमाणं मनोवाक्कायत्रयं फलमाप्नोति तथाऽन्यत्र कृत्यान्तर इति ।।९।।
પરોપકાર કરવામાં માત્ર એક જ યોગનું નહિ કિંતુ ત્રણેય યોગોનું • કર્મનિર્જરારૂપ અત્યંત ઉત્તમ ફળ પ્રાપ્ત થતું હોવાથી પરોપકાર સર્વ ધર્માનુષ્ઠાનોથી ઉત્તમ છે. દેશનામાં સંપૂણરૂપે ઓતપ્રોત થયેલા મન - વચન - કાયા જે રીતે ફલને પામે છે તે રીતે અન્ય કર્તવ્યોમાં ફલને પામતા નથી. પરોપકાર કરવામાં પ્રાપ્ત થતું ફલ અત્યંત ઉત્તમ એટલા માટે છે કે એવું ફળ બીજી કોઈ રીતે પ્રાપ્ત થતું નથી. (૯)
तथा- निरपेक्षधर्मोचितस्यापि तत्प्रतिपत्तिकाले परपरार्थसिद्धौ तदन्यसम्पादकाभावे प्रतिपत्तिप्रतिषेधाच्च ॥१०॥३७७॥ इति।
निरपेक्षधर्मोचितस्यापि, किं पुनस्तदनुचितस्येत्यपिशब्दार्थः, तत्प्रतिपत्तिकाले निरपेक्षधर्माङ्गीकरणसमये परपरार्थसिद्धौ परेषां परार्थस्य सम्यग्दर्शनादेः प्रधानप्रयोजनस्य
• મુનીવવિયર વ્યાપારરૂપી = મન - વચન - કાયારૂપ જે કરણ, તે કરણનો જે વ્યાપાર (= ક્રિયા), તે વ્યાપારરૂપ ત્રણ યોગ છે. સાધતાં જરાં = કાર્યને જે બધા કરતાં અધિક સાધે તે કરણ, અર્થાત કાર્યમાં જે બધા કરતાં અધિક ઉપયોગી બને તે કરણ કહેવાય. જેમ કે દાંતરડાથી કાપે છે. અહીં દાતરડું કાપવાની ક્રિયામાં કારણ છે. મનના વ્યાપારમાં ( ક્રિયામાં) મન કરણ છે. વચનના વ્યાપારમાં વચન કરણ છે અને કાયાના વ્યાપારમાં કાયા કરણ છે. માટે મન - વચન - કાયા એ ત્રણ કરણ છે. ત્રણ યોગ મન - વચન - કાયારૂપ કરણના વ્યાપાર (ક્રિયા) સ્વરૂપ છે. આ પ્રમાણે મનોવાળકાય૦ નો શબ્દાર્થ છે.
૨૯૮