________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
એવો. પરમસત્ત્વાર્થકારી = જીવોના મોક્ષનું અવંધ્ય બીજ એવા સમ્યક્ત્વાદિકાર્યોને કરનાર. સામાયિકવાન = માધ્યય્યગુણરૂપ ત્રાજવામાં બેસવાના કારણે થયેલ સમતાથી જેનો સ્વજન - પરજન આદિ ભેદભાવ દૂર થઈ ગયો છે એવો. વિશુદ્ધચમાનાશય = શુક્લપક્ષના ચંદ્રમંડલની જેમ “પ્રત્યેક કલાએ જેનું મન વિશુદ્ધ થઈ રહ્યું છે એવો. યથોચિત્તપ્રવૃત્તિ = અવસરને યોગ્ય કાર્યનો જેણે પ્રારંભ કર્યો છે એવો. સાત્મીભૂતશુભયોગ = અગ્નિની સાથે લોઢાના ગોળાની જેમ શુભયોગની સાથે જેનો આત્મા એક સ્વરૂપ થઈ ગયો છે એવો.
આવા સાધુને સાપેક્ષ યતિધર્મ અત્યંત શ્રેષ્ઠ છે. (૨)
कुत इत्याह
વેવનBIમાખ્યાત રૂારૂ ૭૦ રૂતિ | भगवदाज्ञाप्रमाणभावात् ।।३।। આવા સાધુને સાપેક્ષ યતિધર્મ અત્યંત શ્રેષ્ઠ શાથી છે તે કહે છે -
ભગવાનનું વચન (= આજ્ઞા) પ્રમાણ (- વિશ્વસનીય) હોવાથી આવા સાધુને સાપેક્ષ યતિધર્મ શ્રેષ્ઠ છે. (૩)
एतदपि कुत इत्याहसम्पूर्णदशपूर्वविदो निरपेक्षधर्मप्रतिपत्तिप्रतिषेधात् ॥४॥३७१॥ इति ।
सुगममेव, प्रतिषेधश्च
गच्छे च्चिय निम्माओ जा पुव्वा दस भवे असंपुण्णा। नवमम्स तइयवत्थू होइ जहन्नो सुआभिगमो ।।२०५।। (पञ्चा० १८/५) इति वचनादवसीयते ।।४।।
ભગવાનનું વચન પણ શાથી છે તે કહે છે :
સંપૂર્ણ દશપૂર્વોને જાણનારાઓને નિરપેક્ષ યતિધર્મને સ્વીકારવાનો નિષેધ હોવાથી સાપેક્ષ યતિધર્મ અત્યંત શ્રેષ્ઠ છે. પ્રતિષેધ નીચેના વચનથી જાણી શકાય
• ચંદ્રમંડલના સોળમા ભાગને કલા કહેવામાં આવે છે. ચંદ્ર દરરોજ કલાથી ખીલતો જાય છે. તેથી પૂનમના દિવસે સોળે કલાથી ખીલી ઉઠે છે. સાધુપક્ષમાં કલા અમુક સમયની સંજ્ઞા છે. બે પળ જેટલા સમયને કલા કહેવામાં આવે છે.
૨૯૬