________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવા માટે બધી રીતે સમર્થ હોય, પણ તે બે વચ્ચે એક વિષયમાં ભેદ હોય. એક સાધુએ સારા શિષ્યો તૈયાર કર્યા હોય અને બીજા સાધુએ સારા શિષ્યો તૈયાર ન કર્યા હોય. આ બેમાં એક સાધુ સાપેક્ષ યતિધર્મ સ્વીકારવા માટે સમર્થ છે, બીજો સમર્થ નથી. કારણ કે શિષ્યો તૈયાર કર્યા નથી. બીજો સાધુ સાપેક્ષ યતિધર્મ સ્વીકારવા માટે સારા સમર્થ ન હોવા છતાં સમર્થની તુલ્ય જરૂર છે. આવા સાધુની અપેક્ષાએ અહીં સમર્થ પુરુષવિશેષની સમાન કહ્યું છે. | આવો સાધુ સમર્થ પુરુષવિશેષની સમાને છે. હવે જો તે સારા શિષ્યો તૈયાર કરવા સમર્થ હોય તો તેણે સારા શિષ્યો તૈયાર કરવા જોઈએ. પણ જો તે સારા શિષ્યો તૈયાર કરવાની લબ્ધિથી રહિત હોય તો તેના માટે નિરપેક્ષ યતિધર્મ શ્રેષ્ઠ છે. આથી અહીં કહ્યું કે નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવા માટે સમર્થ પુરુષની સમાન અન્ય પણ જો સારા શિષ્યો તૈયાર કરવાની શક્તિથી રહિત હોય તો તેને પણ સારા શિષ્યો તૈયાર ન કરવા છતાં) નિરપેક્ષ યતિધર્મ અત્યંત શ્રેષ્ઠ છે.) (૧૨)
अत्र हेतुमाहउचितानुष्ठानं हि प्रधानं कर्मक्षयकारणम् ॥१३॥३८०॥ इति । उचितानुष्ठानं हि यस्मात् प्रधानम् उत्कृष्टं कर्मक्षयकारणमिति ।।१३।। અહીં યતિધર્મના વિષયવિભાગને કરવામાં હેતુ કહે છે -
કારણકે યોગ્ય અનુષ્ઠાન કર્મક્ષયનું ઉત્કૃષ્ટ કારણ છે. યોગ્ય અનુષ્ઠાન કર્મક્ષયનું ઉત્કૃષ્ટ કારણ હોવાથી અહીં યતિધર્મનો વિષયવિભાગ કર્યો છે. (૧૩)
एतदपि कुत इत्याह
उदग्रविवेकभावाद् रत्नत्रयाराधनाद् ॥१४॥३८१॥ इति ।
उदग्रस्य उत्कटस्य विवेकस्य विधेयाविधेयवस्तुविभागविज्ञानलक्षणस्य भावात् सकाशात्, किमित्याह- रत्नत्रयाराधनात्, रत्नत्रयस्य सम्यग्दर्शनादेः आराधनात् निष्पादनात्, उचितानुष्ठाने हि प्रारब्धे नियमाद् रत्नत्रयाराधक उदग्रो विवेको विजृम्भते इत्येतत् प्रधान कर्मक्षयकारणमिति ।।१४।।
યોગ્ય અનુષ્ઠાન કર્મક્ષયનું ઉત્કૃષ્ટ કારણ શાથી છે તે કહે છે :યોગ્ય અનુષ્ઠાનમાં ઉત્કૃષ્ટ વિવેક હોય છે, અને એથી યોગ્ય અનુષ્ઠાન
૩૦૨