________________
ધર્મબિંદુપ્રકરણ
છઠો અધ્યાય
“ગચ્છમાં જ રહીને પ્રતિમાકલ્પના આહારાદિ સંબંધી પરિકર્મમાં (= અભ્યાસમાં કે તુલનામાં) જે ઘડાઈ ગયો હોય તથા ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વે અને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું શ્રુત જાણનાર હોય તે પ્રતિમાઓને સ્વીકાર કરવાને યોગ્ય છે” (અહીં “કંઈક ન્યૂન દશપૂર્વોને જાણનાર'' એમ કહીને સંપૂર્ણ દશપૂર્વોને જાણનારનો પ્રતિષેધ કર્યો છે.) (૪) एषोऽपि किमर्थमित्याह
પાર્થસપાતનો પત્તે પારૂ છરા રૂતિ . परार्थस्य परोपकारलक्षणस्य सम्पादनं करणं तदुपपत्तेः, स हि दशपूर्वधरस्तीर्थोपष्टम्भलक्षणं परार्थं सम्पादयितुं यस्मादुपपद्यत इति ।।५।।
આ નિષેધ પણ શા માટે છે તે કહે છે -
સંપૂર્ણ દશપૂર્વને જાણનાર સાધુ તીર્થના આધારરૂપ પરોપકાર કરવા માટે સમર્થ હોવાથી તેને નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવાનો નિષેધ છે. (૫) यदि नामैवं ततोऽपि किमित्याह
તથૈવ ૨ ગુદત દારૂ ૭ રૂા રૂતિ ! तस्य परार्थसम्पादनस्य एव, चेत्यवधारणे, गुरु त्वात् सर्वधर्मानुष्टानेभ्य उत्तमत्वात्।
સંપૂર્ણ દશપૂર્વને જાણનાર પરોપકાર કરવા માટે સમર્થ છે એથી શું? (એથી શો લાભ ?) તે કહે છે -
પરોપકાર કરવો એ જ સર્વ ધર્માનુષ્ઠાનોથી ઉત્તમ હોવાના કારણે સંપૂર્ણ દશપૂર્વધરને નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવાનો નિષેધ છે. (૬)
एतदपि कथमित्याह
सर्वथा दुःखमोक्षणात् ॥७॥३७४॥ इति । सर्वथा सर्वैः प्रकारैः स्वस्य परेषां चेत्यर्थः दुःखानां शारीर-मानसरूपाणां मोचनात्। પરોપકાર સર્વધર્માનુષ્ઠાનોથી ઉત્તમ કેવી રીતે છે તે કહે છે :
પરોપકારથી સ્વ- પરના સર્વ પ્રકારના શારીરિક - માનસિક દુઃખોની મુક્તિ થવાથી, અર્થાત્ પરોપકારથી પોતે અને બીજાઓ શરીર-મનનાં સઘળાંય દુઃખોથી મુક્ત બનતા હોવાથી પરોપકાર સર્વધર્માનુષ્ઠાનોથી ઉત્તમ છે. (૭)
૨૯૭