________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
(પારણે વિગઈ વાપરે.) પછી ચાર વર્ષો સુધી તે જ તપો વિકૃતિથી રહિત કરે, અર્થાત્ પારણે વિગઈઓ ન વાપરે. ત્યાર બાદ બે વર્ષ સુધી નિયમા એકાંતરે આયંબિલ કરે, અર્થાત્ ઉપવાસના પારણે આયંબિલ કરે. (૧૫૭૪) પછી છ મહિના સુધી ઉપવાસ વગેરે તપ કરે, પણ અતિરિકૃષ્ટ (= અઠમ વગેરે) તપ ન કરે, પારણે પરિમિત (પરિમિત દ્રવ્યોથી) આયંબિલ કરે. મુખ ભંગ ન થાય (- જડબાં કઠણ ન થઈ જાય) એ માટે તેલનો કોગળો મોઢામાં ધારણ કરે. ત્યારબાદ છ મહિના સુધી અઠમ વગેરે વિકૃષ્ટ તપ કરે, (પારણે પરિપૂર્ણ = દ્રવ્યોના પરિમાણ વિના આયંબિલ કરે.) (૧૫૭૫) એક વર્ષ સુધી કોટિસહિત, અર્થાત્ દરરોજ, આયંબિલ કરે. પછી પર્વતની ગુફામાં જઈને પાદપોપગમન અનશન કરે.”
પણ જ્યારે કોઈ પણ કારણથી સંઘયણ આદિની ખામીના કારણે આટલો સંલેખનાકાળ સાધવાનું શક્ય ન બને ત્યારે માસની કે વર્ષની હાનિ કરતાં કરતાં છેવટે જધન્યથી પણ છ મહિના સુધી સંલેખના કરવી. શરીર અને કષાયની સંલેખના કરવી. શરીર અને કષાયની સંલેખના ન કરનાર સાધુ અનશન કરે તો સહસા ધાતુઓનો ક્ષય થતાં સુગતિરૂપફલવાળી તેવા પ્રકારની સમાધિને સાધવા માટે સમર્થ ન બને. (૮૫)
તથા
વિશુદ્ધ વહીવર્ય સ૮દારૂ પપા રૂતિ . विशेषेण अतिनिबिडब्रह्मचर्यगुप्तिविधानरूपेण शुद्धं ब्रह्मचर्यं प्रतीतमेव विधेयम्, यदत्र संलेखनाधिकारे विशुद्धब्रह्मचर्योपदेशनं तद्वेदोदयस्य क्षीणशरीरतायामपि अत्यन्तदुर्धरत्वख्यापनार्थमिति ।।८६।।
વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું. વિશેષથી શુદ્ધ તે વિશુદ્ધ . (જેમ વાડીની વાડ અતિશય ગાઢ બનાવવામાં આવે તો પશુ વગેરે પ્રવેશી શકે નહિ. તેમ બ્રહ્મચર્યની વાડો અતિશય ગાઢ બનાવવાથી કામવિકારો પ્રવેશી શકે નહિ. આથી) બ્રહ્મચર્યની ગુપ્તિઓ (= વાડો) અતિશય ગાઢ કરવાથી, અર્થાત્ બ્રહ્મચર્યની
• બારમા વર્ષના છેલ્લા ચાર મહિના સુધી એકાંતરે મુખમાં તેલનો કોગળો ઘણા વખત સુધી ભરી રાખે, પછી તે કોગળો શ્લેષ્મની કુંડીમાં રહેલી રાખમાં ઘૂંકીને મુખને ગરમ પાણીથી શુદ્ધ કરે. જો તેલના કોગળાની આ વિધિ ન કરવામાં આવે તો મુખ રૂક્ષ થઈ જવાથી વાયુના પ્રકોપથી મોઢાના જડબા ભેગા થઈ જવાનો સંભવ છે, એમ થાય તો અંતિમ સમયે મુખથી નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ ન કરી શકે.
૨૮૬