________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
तद्भावस्तत्ता ।।८९।।
નિરપેક્ષયતિધર્મને જ કહે છે. -
આગમ એ જ ગુરુ હોય. ગુરુ એટલે સર્વપ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં ઉપદેશ આપનાર. ( જેમ સાપેક્ષયતિ પોતાના ગુરુના ઉપદેશ પ્રમાણે સર્વ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે, તેમ નિરપેક્ષયતિ આગમના ઉપદેશ પ્રમાણે સર્વ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે. તેથી તેમને આગમ એ જ ગુરુ હોય છે.) (૮૯)
तथा- अल्पोपधित्वम् ॥९०॥३५९॥ इति।
___ अल्पः स्थविरापेक्षया उपधिः वस्त्र-पात्रादिरूपो यस्य स तथा, तद्भावस्तत्त्वम्, . उपधिप्रमाणं च विशेषशास्त्रादवसेयम् ।।९०।।
ઉપધિ અલ્પ હોય. વસ્ત્ર- પાત્ર વગેરે ઉપધિ સ્થવિર સાધુઓની અપેક્ષાએ અલ્પ હોય છે. ઉપધિનું પ્રમાણ વિશેષશાસ્ત્રથી જાણી લેવું. (૯૦)
તથા– નિર્મિશરીરતા શરૂદ્દ ના રૂતિ !
निष्पतिकर्म तथाविधग्लानाद्यवस्थायामपि प्रतीकारविरहितं शरीरं यस्य स तथा, તદ્માવસ્તત્ત્વમ્ IIII.
શરીરનું પ્રતિકર્મ ન કરે. પ્રતિકર્મ એટલે પ્રતિકાર (= રોગ વગેરેનો ઉપાય). નિરપેક્ષસાધુ તેવા પ્રકારની બિમારી આદિમાં પણ બિમારી આદિનો ઉપાય ન કરે. (૯૧)
अत एव
અપવાદત્યાઃ મેરારૂ દા રૂતિ : अपवादस्य उत्सर्गापेक्षयाऽपकृष्टवादस्य त्यागः कार्यः, न हि निरपेक्षो यतिः सापेक्षयतिरिव उत्सर्गासिद्धावपवादमपि समालम्ब्य अल्पदोषं बहुगुणं च कार्यमारभते किन्तूत्सर्गपथप्राप्तं केवलगुणमयमेवेति ।।९२।।
પ્રતિકારનો નિષેધ હોવાથી જ અપવાદનો ત્યાગ કરે. જેવી રીતે સાપેક્ષયતિ ઉત્સર્ગથી આરાધના ન કરી શકાય ત્યારે અપવાદનું પણ આલંબન લઈને અલ્પદોષવાળું અને ઘણા ગુણવાળું કાર્ય શરૂ કરે છે, તેમ નિરપેક્ષયતિ અપવાદનું
૨૮૮