________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
अहो अन्ध्रपुरन्ध्रीणां रूपं जगति वर्ण्यते।
यत्र यूनां दृशो लग्ना न मन्यन्ते परिश्रमम् ।।१८८।। ( ) नेपथ्यं वस्त्रादिवेषग्रहः, तत्कथा
धिग् नारीरौदीच्या बहुवस्त्राच्छादिताङ्गलतिकत्वात्।
यद्यौवनं न यूनां चक्षुर्मोदाय भवति सदा ।।१८९।। ( ) તસ્યા: પરિદાર રૂતિ //૪છા.
આથી જ બ્રહ્મચર્યવ્રતના રક્ષણ માટે બ્રહ્મચર્યવ્રતની બાકીની ગુપ્તિઓને કહેવા માટે ત્રીજથા પરિહાર થી પ્રારંભી વિભૂષાપરિવર્તનનું એ સૂત્ર સુધી આઠ સૂત્રોનું કહે છે. તેમાં પહેલું સૂત્ર આ છે. -
સ્ત્રીકથાનો ત્યાગ કરવો. સ્ત્રીની કથા તે સ્ત્રીકથા. તેના જાતિ, કુલ, રૂપ અને નેપથ્ય એ ચાર ભેદોથી ચાર પ્રકાર છે. તેમાં બ્રાહ્મણ વગેરે જાતિની કથા તે જાતિ સ્ત્રીકથા. જેમ કે “જે બ્રાહ્મણીઓ પતિના અભાવમાં મરી ગયેલીઓની જેમ જીવે છે તે બ્રાહ્મણીઓને ધિક્કાર થાઓ. લાખો પતિ કરવા છતાં નિંદિત નહિ બનનારી શૂદ્રીઓને “હું લોકમાં ધન્ય માનું છું. ચૌલુક્ય અને ચાહુમાન વગેરે કુલની કથા તે કુલ સ્ત્રીકથા. જેમ કે “અહો! ચૌલુક્ય પુત્રીઓનું સાહસ જગતમાં સર્વથી અધિક છે, કેમ કે ચૌલુક્ય પુત્રીઓ પતિનું મૃત્યુ થતાં પ્રેમરહિત હોવા છતાં અગ્નિમાં પ્રવેશ કરે છે.” રૂપ એટલે શરીરનો આકાર. રૂપની કથા તે રૂપ સ્ત્રીકથા. જેમ કે “અહો! જે રૂપમાં લીન બનેલી આંખો પરિશ્રમને માનતી નથી તે અંધ્ર દેશની સ્ત્રીઓનું રૂપ જગતમાં વખણાય છે.” નેપથ્ય એટલે વસ્ત્ર વગેરે વેષ. વેષની કથા તે નેપચ્ય સ્ત્રીકથા. જેમ કે “શરીરરૂપી વેલડી ઘણાં વસ્ત્રોથી ઢંકાયેલી હોવાના કારણે જેમનું યૌવન સદા યુવાનોની આંખોમાં આનંદ માટે થતું નથી તે ઉત્તર દેશની નારીઓને ધિક્કાર થાઓ.” સાધુએ આવી સ્ત્રીકથાનો ત્યાગ કરવો. (૪૧).
निषद्यानुपवेशनम् ॥४२॥३११॥ इति । निषयायां स्त्रीनिवेशस्थाने पट्ट-पीठादौ मुहूर्तं यावत् स्त्रीषुत्थितास्वपि अनुपवेशनं कार्यम्, सद्य एव स्त्रीनिषद्योपवेशने साधोस्तच्छरीरसंयोगसंक्रान्तोष्मस्पर्शवशेन मनोविश्रोतसिकादोषसंभवात् ।।४२।।
• શૂદ્રી એટલે ચોથા શૂદ્રવર્ણની સ્ત્રીઓ.
૨ ૬૯