________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
સમ્યગ્દર્શન. ચારિત્ર = સામાયિક વગેરે. વિનય = જ્ઞાનાદિનો વિનય કરવો. શાન્તિ = આક્રોશવાળાં વચનો વગેરે સાંભળવા છતાં ક્રોધ ન કરવો. માર્દવ = ઉત્તમજાતિ આદિ પ્રાપ્ત થવા છતાં અભિમાન ન કરવું. આર્જવ = બીજો માણસ માયામાં તત્પર હોય તો પણ માયા ન કરવી. વિમુક્તતા = ધર્મનાં ઉપકરણોમાં પણ મૂર્છા ન કરવી. અદીનતા = આહાર વગેરે ન મળે તો પણ દીનતા ન કરવી. તિતિક્ષા = સુધા વગેરે પરીષહ આવે તો પણ સહન • કરવું. આવશ્યકપરિશુદ્ધિ = અવશ્ય કરવા યોગ્ય યોગોમાં અતિચારો ન લગાડવા. (૬૧).
तथा- यथाशक्ति तपःसेवनम् ॥६२॥३३१॥ इति।
यथाशक्ति तपसः अनशनादेः सेवनम् आचरणम्, यथोक्तम्कायो न केवलमयं परितापनीयो मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन वश्यानि येन च तदाचरितं जिनानाम् ।।१९४।। ।।६२।।
યથાશક્તિ અનશન વગેરે તપ કરવો. કહ્યું છે કે “આ કાયાને કેવલ કષ્ટ જ ન આપવું જોઈએ તેમ બહુ રસો ખવડાવીને - પીવડાવીને કાયાનું લાલન પણ ન કરવું જોઇએ ચિત્ત અને ઈદ્રિયો ઉન્માર્ગમાં ન જાય અને આત્માના વશમાં રહે તેમ તપ કરવો જોઈએ જિનેશ્વરોએ તે પ્રમાણે તપ કર્યો છે.” (૨)
તથા
પરાનુપ્રક્રિયા દ્રારૂ રૂ રા રૂતિ ! परेषां स्वपक्षगतानां परपक्षगतानां च जन्तूनां महत्या करूणापरायणपरिणामितया अनुग्रहकरणं ज्ञानाद्युपकारसंपादनमिति ।।६३।। * સ્વપક્ષમાં રહેલા અને પરપક્ષમાં રહેલા બીજા જીવો ઉપર અત્યંત ઘણા કરુણાના
થોડું કષ્ટ સહન કરવું, વધારે કષ્ટ સહન ન કરવું એમ કોઈ સાધુ વિચારે તો તેના જવાબમાં કહ્યું કે – સુધા વગેરે પરીષહ આવે તો પણ સહન કરવું. પરીષહમાં વધારે કષ્ટ સહન કરવાનું હોય છે. * શ્રમણ – શ્રમણી સ્વપક્ષ છે. ગૃહસ્થો અને અન્યધર્મના સાધુઓ પરપક્ષ છે. (શ્રાદ્ધ જીતકલ્પ ગાથા ૫૧ પ્રતિ પારાંચિકના વર્ણનમાં )
૨૭૭