________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
વગેરે કોઇકને કંઇક આપે તો સારું છે. હવે જો કોઇક કારણથી ગુરુ વ્યગ્ર હોવાના કારણે જાતે જ ન આપે, પણ લાવનાર દ્વારા જ અપાવે તો શું કરવું તે કહે છે :ગુરુની આજ્ઞાથી બીજાને આપવામાં પ્રવૃત્તિ કરવી, અર્થાત બીજાને આપવું. (૩૭)
તત્ર -
उचितच्छन्दनम् ॥३८॥३०७॥ इति । उचितस्य समानसंभोगस्य बालादेः साधोः, न पुनरन्यस्य, तंप्रति दानानधिकारितत्वात् तस्य, छन्दनं छन्दस्य अभिलाषस्य अन्नादिग्रहणं प्रत्युत्पादनं कार्यम् ।।३८||
બીજાને આપવામાં શું કરવું તે કહે છે :
છંદના કરવા માટે જે યોગ્ય હોય તેને છંદના કરવી. સમાન સંભોગવાળા બાલ વગેરે સાધુ છંદના કરવા માટે યોગ્ય છે. જેની સાથે ભોજન આદિનો વ્યવહાર હોય તે સમાન સંભોગવાળા છે. સમાન સંભોગવાળા બાલ વગેરે સિવાય બીજાને છંદના ન કરવી. કારણકે સમાન સંભોગવાળા બાલ સિવાય બીજાને આપવાનો તેને અધિકાર નથી. છંદના કરવી એટલે આહાર વગેરે લેવાની ઈચ્છા ઉત્પન્ન કરવી. (અર્થાત આહાર વગેરે લેવાની વિનંતિ કરવી. વિનંતિ કરવાથી એમની આહાર લેવાની ઇચ્છા થાય તો આહાર વગેરે આપવું. કારણકે લેવાની ઈચ્છા વિના આપવાનો નિષેધ છે.) (૩૮) ततो दत्तावशिष्टस्यान्नादेः
ઘયોપમોઃ રૂારૂ૦૮ તા. धर्माय धर्माधारशरीरसंधारणद्वारेण धर्मार्थमेव च, न पुनः शरीरवर्ण-बलाद्यर्थमपि, उपभोगः उपजीवनम्, तथा चार्षम् - वेयण १ वेयावच्चे २ इरियट्ठाए ३ य संयमट्ठाए ४। तह पाणवत्तियाए ५ छळं पुण धम्मचिंताए ६ ।।१८५।। (उत्तरा० २६/३३) ।।३९।।
આપ્યા પછી વધેલા આહારનું શું કરવું તે કહે છે :
ધર્મ માટે ઉપભોગ કરવો. બીજાને આપીને વધેલા આહારનો ધર્માધાર એવું શરીર સારી રીતે ધારણ કરી શકાય, અને એનાથી ધર્મ કરી શકાય એ માટે જ ઉપયોગ કરવો, નહિ કે શરીરવર્ણ અને શરીરબલ વગેરે માટે પણ. આ વિષે ઋષિઓએ કહ્યું છે કે “ક્ષુધાવેદનાશમન, વૈયાવચ્ચ, ઈર્યાસમિતિ, સંયમ, પ્રાણ અને
૨૬૭