________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
परैः आत्मव्यतिरिक्तैः कृते स्वार्थमेव निष्पादिते बिल इव बिले असंस्करणीयतया ઉપાશ્રયે વાસઃ //રૂા.
પોતાના સિવાય બીજાઓએ પોતાના માટે જ જે બિલ બનાવ્યું હોય તે બિલમાં રહેવું. અહીં બિલ એટલે રહેવાનો આશ્રય. જેમ બિલમાં કોઈ સંસ્કાર કરવાના હોતા નથી તેમ અહીં સાધુને રહેવાના આશ્રયમાં કોઈ સંસ્કાર કરવાના ન હોવાથી સાધુને રહેવાના આશ્રયને બિલની ઉપમા આપી છે. (૫૩)
તથા
સવપ્રદશુદ્ધિઃ ૧૪વાર ૨રા તિ अवग्रहाणां देवेन्द्र-राज-गृहपति-शय्यातर-साधर्मिकाभाव्यभूभागलक्षणानां शुद्धिः तदनुज्ञया परिभोगलक्षणा कार्या ।।५४।।
અવગ્રહોની શુદ્ધિ કરવી. દેવેન્દ્ર, ચક્રવર્તી, રાજા, મકાનમાલિક અને સાધર્મિક એ પાંચની માલિકીની ભૂમિને અવગ્રહ કહેવામાં આવે છે. અવગ્રહની શુદ્ધિ કરવી એટલે દેવેન્દ્ર વગેરેની અનુજ્ઞા લઈને તેમની ભૂમિનો ઉપયોગ કરવો.(૧) દેવેન્દ્ર અવગ્રહ : અવગ્રહ એટલે માલીકિની ભૂમિ. દેવેન્દ્ર અવગ્રહ એટલે દેવેન્દ્રની માલીકિની ભૂમિ. આ પૃથ્વીના (મુખ્ય) અધિપતિ = માલિક દેવેન્દ્ર છે. માટે સાધુઓએ તેની અનુજ્ઞા લઈને આ પૃથ્વી ઉપર નિવાસ કરવો જોઇએ. (૨) ચક્રવર્તિ - અવગ્રહ:- જે ક્ષેત્રમાં જે વખતે જે ચક્રવર્તી હોય તે ક્ષેત્રમાં તે વખતે તે ચક્રવર્તીની માલિકી ગણાય. આથી સાધુઓએ ચક્રવર્તીની અનુજ્ઞા લઈને તેના ક્ષેત્રમાં નિવાસ કરવો જોઈએ. (૩) રાજ - અવગ્રહ :- જે દેશમાં જે રાજા હોય તે દેશમાં તે રાજાની માલિકી ગણાય. આથી સાધુઓએ જે દેશમાં નિવાસ કરવો હોય તે દેશના રાજાની અનુજ્ઞા લઈને તે દેશમાં નિવાસ કરવો જોઈએ. (૪) મકાનમાલિક - અવગ્રહ:- જે મકાન વગેરેનો જે માલિક હોય તેની રજા લઈને તે મકાન વગેરેમાં સાધુઓએ નિવાસ કરવો જોઈએ. (૫) સાધર્મિક - અવગ્રહ:સાધર્મિક એટલે સમાન ધર્મવાળા. સાધુઓના સમાન ધર્મવાળા સાધુઓ છે. આથી અહીં સાધર્મિક એટલે સાધુ. સાધુઓએ જે મકાનમાં નિવાસ કરવો હોય તે મકાનમાં જો સાધુઓ હોય તો તેમની રજા લઈને નિવાસ કરવો.
આ પાંચ પ્રકારના અવગ્રહની યાચના કર્યા વિના સાધુ નિવાસ કરે તો અદત્તાદાનનો (નહિ આપેલું લેવારૂપ ચોરીનો) દોષ લાગે. (૫૪).
૨૭૩