________________
ધર્મબિંદુપ્રક૨ણ
કુંભની જેમ વિકૃત બને તે કુંભીનપુંસક છે.
(૫) ઇર્ષ્યાલુ :- બીજાથી સેવન કરાતી સ્ત્રીને જોઇને અતિશય ઇર્ષ્યા થાય તે ઇર્ષ્યાલનપુંસક છે.
પાંચમો અધ્યાય
(૬) શનિ :- વેદની પ્રબળતાના કારણે ચકલાની જેમ વારંવાર મૈથુનસેવનમાં આસક્ત બને તે શકુનિનપુંસક છે.
(૭) તત્કર્મસેવી :- મૈથુન સેવીને વીર્યપાત થઇ જાય ત્યારે જે વેદની પ્રબળતાને કારણે કુતરાની જેમ જીભથી ચાટવું આદિ નિંઘક્રિયાથી પોતાને સુખી માને તે તત્કર્મસેવી નપુંસક છે.
(૮) પાક્ષિકાપાક્ષિક :- જેનો મોહ શુક્લપક્ષમાં અત્યંત પ્રબળ બને અને કૃષ્ણપક્ષમાં અત્યંત અલ્પ બને તે પાક્ષિકાપાક્ષિક. (અહીં પક્ષ એટલે શુક્લપક્ષ અને અપક્ષ એટલે કૃષ્ણપક્ષ)
(૯) સૌગન્ધિક ઃ- જે પોતાના લિંગને શુભગંધવાળું માનીને સુંઘે તે સૌગન્ધિક.
(૧૦) આસક્ત ઃ- વીર્યપાત થઇ જવા છતાં જે સ્ત્રીનું આલિંગન કરીને તેના બગલ અને યોનિ વગેરે અંગોમાં પ્રવેશીને પડ્યો રહે તે આસક્તનપુંસક છે. પ્રશ્ન : પંડક વગેરેનું જ્ઞાન કેવી રીતે થાય ? ઉત્તર ઃ- તે પોતે કહે તેથી અથવા તેના મિત્ર વગેરેના કહેવાથી પંડક વગેરેનું જ્ઞાન થાય.
:
પ્રશ્ન : પુરુષના ભેદોમાં નપુંસકો કહ્યા છે અને અહીં પણ નપુંસકો કહ્યા છે.તો એ બેમાં પરસ્પર શી વિશેષતા છે ? ઉત્તર : પુરુષોના ભેદોમાં પુરુષની આકૃતિવાળા નપુંસકો કહ્યા છે, અને અહીં નપુંસકની આકૃતિવાળા નપુંસકો કલ્યા
છે.
પ્રશ્ન : શાસ્ત્રમાં સોળ પ્રકારના નપુંસકો સંભળાય છે, તો અહીં દશ જ કેમ કલ્યા છે ? ઉત્તર ઃ નપુંસકના સોળ ભેદોમાંથી દશ જ ભેદો દીક્ષાને અયોગ્ય હોવાથી અહીં તે દશ જ ભેદો કહ્યા છે. બાકીના છ દીક્ષાને યોગ્ય જ છે. વર્ધિતક, ચિપ્પિત, મંત્રોપહત, ઔષધોપહત, ઋષિશપ્ત અને દેવશપ્ત આ છ નપુંસકો દીક્ષાને યોગ્ય
:
(૧) વર્ધિતક ઃ- ભવિષ્યમાં રાજાના અંતઃપુરમાં મોટું સ્થાન મળે ઇત્યાદિ કારણોથી બાલ્યાવસ્થામાં જ જેના બે અંડકોશ છેદ આપીને છેદી નાખવામાં આવ્યા હોય તે વર્ધિતક નપુંસક છે.
૨૬૩