________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
ત્રણ પ્રકારના જાંગિત દીક્ષાને અયોગ્ય છે કારણકે તેમને દીક્ષા આપવાથી લોકમાં અવર્ણવાદ થાય.
(૧૬) અવબદ્ધક :- ધન લીધું હોય એથી અથવા વિદ્યા વગેરે લેવા માટે “આટલા દિવસો સુધી હું તારો છું” એ પ્રમાણે જેણે પોતાની પરાધીનતા સ્વીકારી છે તે અવબદ્ધક છે. કલહ વગેરે દોષોનો સંભવ હોવાથી તે દીક્ષાને અયોગ્ય છે.
(૧૭) ભૂતક - જે ધનવાનો પાસેથી આજીવિકા માટે ધન વગેરે લેતો હોય, અને એથી • (દિવસ વગેરેના ક્રમથી) ધનવાનોની આજ્ઞા પ્રમાણે કરતો હોય તે ભૂતક (= ચાકર) કહેવાય. આ દીક્ષાને યોગ્ય નથી. કારણકે તેને દીક્ષા આપવાથી તે જેની પાસેથી આજીવિકા માટે ધન લેતો હોય તેને ઘણી અપ્રીતિ થાય.
(૧૮) શૈક્ષનિષ્ફટિકા - શૈક્ષ એટલે જેને દીક્ષા આપવાની છે તે. નિષ્ફટિકા એટલે અપહરણ. જેને દીક્ષા આપવી છે તેનું અપહરણ કરવું તે શૈક્ષનિષ્ફટિકા. જેને માતા - પિતા વગેરેની રજા વિના અપહરણ કરીને દીક્ષા આપવાની છે તે પણ ઉપચારથી શૈક્ષનિષ્ફટિકા કહેવાય. તે દીક્ષાને યોગ્ય નથી. કારણકે માતા – પિતા વગેરેને કર્મબંધ થવાનો સંભવ છે. અને અદત્તાદાન વગેરે દોષોનો પ્રસંગ આવે. *
આ પ્રમાણે દીક્ષાને અયોગ્ય પુરુષના અઢાર ભેદો કહ્યા.
હમણાં પુરુષના જે અઢાર ભેદો કહ્યા તે જ અઢાર ભેદો સ્ત્રીના પણ સમજવા. વધારામાં સગર્ભા અને સબાલવત્સા એ બે ભેદો સમજવા. સબાલવત્સા એટલે ધાવણા બાળકવાળી સ્ત્રી. આમ સ્ત્રીના વીશ ભેદો દીક્ષાને અયોગ્ય છે.
દીક્ષાને અયોગ્ય નપુંસકના દશ ભેદો આ પ્રમાણે છે :- પંડક, વાતિક,ક્લબ, કુંભી, ઈર્ષાળુ, શકુની, તત્કર્મસેવી, પાલિકાપાક્ષિક, સૌગન્ધિક અને આસક્ત. આ દશ નપુંસકો નગરના મહાદાહ સમાન કામના અધ્યવસાયવાળા હોવાથી સ્ત્રી - પુરુષ ઉભયની સાથે કામસેવન કરનારા હોય છે. આથી તે સંક્લિષ્ટ ચિત્તવાળા
• અમુક દિવસે એક ધનવાનની આજ્ઞા પ્રમાણે કરવું, અમુક દિવસે બીજા ધનવાનની આજ્ઞા પ્રમાણે કરવું. એમ ક્રમથી અથવા અમુક દિવસો સુધી એક ધનવાનની આજ્ઞા પ્રમાણે કરવું, અમુક દિવસો સુધી બીજા ધનવાનની આજ્ઞા પ્રમાણે કરવું એમ ક્રમથી. * માતા – પિતા વગેરેની રજા વિના દીક્ષા ન આપવાનો નિયમ ૧૬ વર્ષથી ઓછી ઉંમરવાળા માટે છે. ૧૬ વર્ષ અને તેથી અધિકવયવાળાને આ ગ્રંથના ચોથા અધ્યાયના ૨૩મા વગેરે સૂત્રોમાં કહેલી વિધિ મુજબ માતા - પિતા વગેરેની રજા વિના પણ દીક્ષા આપવાની અનુજ્ઞા છે.
૨૬૧