________________
ધર્મબિંદુપ્રક૨ણ
પાંચમો અધ્યાય
હાનિ થાય.
(૭) ચોર:- ચોર ગચ્છના વધ, બંધન અને તાડન વગેરે વિવિધ અનર્થોનું કારણ હોવાથી દીક્ષા માટે અયોગ્ય છે.
(૮) રાજાનો અપકારીઃ- રાજાના અપકારીને દીક્ષા આપવામાં આવે તો ગુસ્સે થયેલો રાજા સાધુઓને મારે, દેશનિકાલ કરે વગેરે અનર્થો થાય.
(૯) ઉન્મત્તઃ- યક્ષ વગેરેથી અથવા પ્રબલ મોહોદયથી પરાધીન બનેલો ઉન્મત્ત કહેવાય. તે દીક્ષાને અયોગ્ય છે. કારણકે યક્ષ વગેરેથી વિઘ્ન આવવાનો સંભવ રહે અને સ્વાધ્યાય, ધ્યાન અને સંયમ વગેરેમાં હાનિ થાય.
(૧૦) અદર્શન ઃ- અદર્શન એટલે અંધ. દૃષ્ટિથી રહિત હોવાથી જ્યાં ત્યાં ચાલતો અંધ છજીવનિકાયની વિરાધના કરે અને વિષમ ખીલો અને કાંટા વગેરેમાં પડે. જેને દર્શન = સમ્યક્ત્વ નથી તે અદર્શન એવી વ્યુત્પત્તિથી સ્ત્યાનર્ધિનિદ્રાવાળાનો પણ આમાં સમાવેશ થાય છે. દ્વેષ પામેલો સ્ત્યાનર્ધિનિદ્રાવાળો ગૃહસ્થોને અને સાધુઓને મારે વગેરે અનર્થો કરે.
–
(૧૧) દાસઃ- ગૃહદાસીથી જન્મેલો હોય, અગર દુકાળ વગેરેમાં ધન આપીને ખરીદેલો હોય, અથવા ઋણ આદિના કારણે રોકી લીધો હોય = તાબામાં રાખ્યો હોય તે દાસ. તેને દીક્ષા આપવામાં તેનો માલિક દીક્ષા છોડાવે વગેરે દોષો થાય. (૧૨) દુષ્ટઃ- દુષ્ટના કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ એમ બે ભેદ છે. ઉત્કટ કષાયવાળો કષાયદુષ્ટ છે. પરસ્ત્રી આદિમાં અતિશય આસક્ત વિષયદુષ્ટ છે. દુષ્ટ અતિશય સંક્લિષ્ટ અધ્યવસાયવાળો હોવાથી દીક્ષા માટે અયોગ્ય છે.
(૧૩) મૂઢઃ- જે સ્નેહથી અથવા અજ્ઞાનતા વગેરેના કારણે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણવામાં શૂન્ય મનવાળો હોય તે મૂઢ છે. જ્ઞાન અને વિવેક જેનું મૂળ છે એવી જૈન દીક્ષાનો મૂઢ જીવ અધિકારી નથી. કારણકે મૂઢ અજ્ઞાન છે, કૃત્યાકૃત્યના વિવેકથી રહિત છે.
(૧૪) દેવાદારઃ- દેવાદારને દીક્ષા આપવામાં રાજા વગેરે તેને પકડે, ખેંચે, તેની કદર્થના કરે વગેરે દોષો થાય.
(૧૫) જગિતઃ- ગિતના જાતિ, કર્મ અને શરીર એમ ત્રણ ભેદ છે. ચાંડાલ વગેરે અસ્પૃશ્ય જાતિના જીવો જાતિગિત છે. સ્પૃશ્ય હોવા છતાં શિકાર વગેરે નિંદ્ય કામ કરીને આજીવિકા ચલાવનારા કર્મગિત છે. હાથ - પગ - કાન વગેરેથી રહિત, પાંગળા, કુબડા, ઠીંગણા, કાણા વગેરે જીવો શરીર ગિત છે.
૨૦