________________
ધર્મબિંદુપ્રક૨ણ
હોવાથી દીક્ષાને અયોગ્ય છે.
(૧) પંડક ઃ- (૧) પુરુષનો આકાર હોવા છતાં સ્વભાવ સ્ત્રીના જેવો હોય. તે આ પ્રમાણે :- તેની ગતિ પગલાઓથી આકુળ અને મંદ હોય. શંકાથી જોતો જોતો જાય. તેનું શરીર શીતલ અને કોમલ હોય. સ્ત્રીની જેમ સતત હાથતાળીઓ આપતો આપતો બોલે. અથવા પેટ પર ડાબો હાથ રાખે, આડા મૂકેલા ડાબા હાથના તળિયા ઉ૫૨ જમણા હાથની કોણી મૂકે, અને જમણા હાથના તળીયા ઉપર મુખ કરે, આવી મુદ્રા કરીને બોલે અથવા બે ભુજાઓને ઊંચી કરતો બોલે. વારંવાર કેડ ઉપર હાથ મૂકે, વસ્ત્ર ન હોય ત્યારે બે ભુજાઓથી છાતી ઢાંકે, બોલતો હોય ત્યારે વારંવાર વિલાસપૂર્વક બે ભ્રૂકુટિઓને અદ્ધર ફેંકે. કેશબંધન અને વસ્ત્રપરિધાન સ્ત્રીની જેમ કરે, સ્ત્રીના આભૂષણો વગેરે પહેરવા ઉપર બહુ આદર કરે, અર્થાત્ સ્ત્રીના આભૂષણો વગેરે પહેરવા એને બહુ ગમે, સ્નાન વગેરે એકાંતમાં કરે, પુરુષોના સમુદાયમાં ભયસહિત અને શંકિત રહે, સ્ત્રીસમુદાયમાં તો નિઃશંકપણે રહે, સ્ત્રીલોકને ઉચિત રાંધવું, ખાંડવું, પિષવું વગરે કામો કરે, ઈત્યાદિ સ્ત્રીનો સ્વભાવ પંડકનું એક લક્ષણ છે. પંડકનાં બીજાં લક્ષણો આ પ્રમાણે છે :- (૨) તેનો સ્વર પુરુષ તથા સ્ત્રીની અપેક્ષાએ વિલક્ષણ હોય, (૩) શરીરના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુરુષ અને સ્ત્રીની અપેક્ષાએ વિલક્ષણ હોય, અર્થાત્ સ્ત્રી અને પુરુષમાં જેવા હોય તેનાથી જાદા જ પ્રકારના હોય, (૪) પુરુષલિંગ મોટું હોય, (૫) વાણી સ્ત્રીના જેવી કોમળ હોય, (૬) પેશાબ સ્ત્રીની જેમ શબ્દસહિત અને ફીણ રહિત થાય. આ છ પંડકનાં લક્ષણો છે.
(૨) વાતિક :- સ્વનિમિત્તથી (= પોતાની મેળે જ) અથવા બીજી કોઇ રીતે પુરુષલિંગ સ્તબ્ધ થતાં સ્ત્રીને ભોગવ્યા વિના વેદને ધારણ ન કરી શકે તે વાતિક ક્લીબ છે.
(૩) ક્લીબ :- ક્લીબ એટલે અસમર્થ. તેના દૃષ્ટિ, શબ્દ, આશ્લિષ્ટ અને નિમંત્રણ એમ ચાર ભેદ છે. વિપક્ષને વસ્ત્રરહિત વગેરે અવસ્થામાં રહેલ જોઈને ક્ષોભ પામે (= કામેચ્છાવાળો બને) તે દૃષ્ટિક્સીબ છે. જે સ્ત્રીના શબ્દો સાંભળીને ક્ષોભ પામે તે શબ્દ ક્લીબ છે. જે સ્ત્રીવડે આલિંગન કરાયેલો કે (અબ્રહ્મસેવન માટે) નિમંત્રણ કરાયેલો વ્રત ધારણ કરવા માટે સમર્થ ન બને તે અનુક્રમે આશ્લિષ્ટક્લીબ અને નિયંત્રણ ક્લીબ છે.
(૪) કુંભી :- મોહની પ્રબળતાના કારણે જેનું પુરુષલિંગ અથવા અંડકોશ
૨૬૨
પાંચમો અધ્યાય