________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
આપવાને માટે અયોગ્ય છે.’ (૧૮૩) પંડક, વાતિક, ક્લીબ, કુંભી, ઈર્ષ્યાલુ, શકુનિ, તત્કર્મસેવી, પાક્ષિકાપાક્ષિક, સૌગન્ધિક અને આસક્ત આ દશ નપુંસકો દીક્ષા આપવાને અયોગ્ય છે.” (૧૮૪)
આનું સ્વરૂપ નિશીથ અધ્યયનથી જાણી લેવું.
(૧) બાલઃ- જન્મથી આરંભી આઠ વર્ષ સુધી બાળક કહેવાય. બાળક સાધિક નવ મહિના ગર્ભમાં પસાર કરે છે. જન્મ થયા પછી પણ આઠ વર્ષ સુધી દીક્ષા ન પામે. કારણ કે આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બધાયને તેવા પ્રકારના સ્વભાવથી જ દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ થતી નથી. કેટલાકો ગર્ભથી આઠમા વર્ષવાળાને પણ દીક્ષાની પ્રાપ્તિ થાય એમ માને છે.
પ્રશ્ન ઃ આમ કહેવાથી તો સૂત્રની સાથે વિરોધ આવે છે. કારણ કે છમાસની વયવાળા, છકાયમાં યતનાવાળા અને અષ્ટ પ્રવચનમાતાથી યુક્ત એવા શ્રીવજીસ્વામીને હું વંદન કરું છું.” એવો શાસ્ત્રપાઠ છે. ઉત્તર ઃ બાલ્યાવસ્થામાં પણ શ્રી વજ્રસ્વામીને ભાવથી થયેલી ચારિત્રની પ્રાપ્તિ આશ્ચર્યભૂત છે અને ક્યારેક બનનારી છે.
પ્રશ્ન ઃ આઠવર્ષથી ઓછી ઉંમરના બાળકને દીક્ષા ન આપવાનું કારણ શું? ઉત્તર : આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા આપવામાં દીક્ષિત પરાભવનું પાત્ર બને છે, પ્રાયઃ તેને ચારિત્રના પરિણામ થતા નથી. બાળકને દીક્ષા આપવામાં સંયમ-વિરાધના વગેરે દોષો લાગે. કારણ કે લોઢાના ગોળા સમાન બાળક જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં અજ્ઞાની હોવાના કારણે છ જીવનિકાયના વધ માટે થાય છે. તથા આ સાધુઓ નિર્દય છે કે જેથી આ પ્રમાણે બાળકોને પણ બલાત્કારે દીક્ષાની જેલમાં નાખીને તેમની સ્વતંત્રતાનો નાશ કરે છે, એ પ્રમાણે લોકનિંદા થાય. માતાને ઉચિત એવી બાળકની પરિપાલના વગેરે ક્રિયા કરવામાં સ્વાધ્યાયનો પલિમંથ (= હાનિ) થાય.
(૨) વૃદ્ધઃ- ૭૦ વર્ષ પછી વૃદ્ધ કહેવાય. બીજાઓ કહે છે કે- ૭૦ વર્ષ પહેલાં પણ ઇંદ્રિયોની હાનિ જોવામાં આવતી હોવાથી ૬૦ વર્ષ પછી વૃદ્ધ કહેવાય. વૃદ્ધની સમાધિ કરવી દુઃશક્ય છે. કહ્યું છે કે - “વૃદ્ધ ઊંચા આસને બેશવાની ઈચ્છા કરે, વિનય ન કરે, ગર્વ કરે, માટે વાસુદેવનો પુત્ર હોય તો પણ વૃદ્ધને દીક્ષા ન આપવી.” વૃદ્ધની આ વ્યાખ્યા સો વર્ષના આયુષ્યની અપેક્ષાએ જાણવી. તે સિવાય તો જે કાલે જે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તેના દશ ભાગ કરીને આઠમા, નવમા અને દશમા ભાગમાં વર્તમાનને વૃદ્ધ જાણવો.
૨૫૮