________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
निराकरिष्णुर्यदि नोपलभ्यते भविष्यति क्षान्तिरनाश्रया कथम्? । यदाश्रयात् क्षान्तिफलं मयाऽऽप्यते स सत्कृति कामिव नाम नार्हति ।।१७८।। (
)
૨૮||
લુચ્ચા પુરુષોના નિરર્થક વચનરૂપ અસહ્મલાપોને ન સાંભળવા = અસત્કલાપો ઉપર લક્ષ ન આપવું. પ્રશ્નઃ અસત્કલાપો ઉપર લક્ષ ન આપવા શું કરવું? ઉત્તર : અસત્મલાપોના શ્રવણનું કાર્ય જે દ્વેષ તે ન કરવો, અર્થાત અસત્કલાપો કરનાર ઉપર દ્વેષ ન કરવો, અને તમારા શુભ કર્મોની નિર્જરામાં નિમિત્ત બનતો હોવાથી મારો ઉપકારી છે એમ) એના ઉપકારનું ચિંતન કરવું. કહ્યું છે કે - “જો અનાદર કરનાર કોઈ ન મળે તો આશ્રય રહિત બનેલી ક્ષમા કેવી રીતે રહે? જે (= અનાદર કરનાર) આશ્રયથી મને ક્ષમાનું ફળ (કર્મનિર્જરા વગેરે) મળે છે તે ખરેખર! ક્યા સત્કારને યોગ્ય નથી? અર્થાત્ સર્વપ્રકારના સત્કારને યોગ્ય છે. (સત્કારને યોગ્ય હોવાથી તેના ઉપર દ્વેષ કેમ કરાય?) (૨૮)
तथा- अभिनिवेशत्यागः ॥२९॥२९८॥ इति ।
__ अभिनिवेशस्य मिथ्याग्रहरूपस्याऽप्रज्ञापनीयतामूलबीजस्य सर्वकार्येषु त्याग इति
મિથ્યા આગ્રહરૂપ અભિનિવેશનો સર્વકાર્યોમાં ત્યાગ કરવો. અભિનિવેશ અપ્રજ્ઞાપનીયતાનું મુખ્ય બીજ છે. (પ્રજ્ઞાપનીયતા એટલે બીજાઓ સાચું સમજાવી શકે તેવી યોગ્યતા. અપ્રજ્ઞાપનીયતા એટલે બીજાઓ સાચું સમજાવી શકે તેવી યોગ્યતાનો અભાવ. જેનામાં અપ્રજ્ઞાપનીયતા હોય તેનામાં બીજાઓ સાચું સમજાવી શકે તેવી યોગ્યતાનો અભાવ હોવાથી તેને બીજાઓ સાચું સમજાવી શકે નહિ. આવી અપ્રજ્ઞાપનીયતાનું મુખ્ય કારણ અભિનિવેશ છે. અભિનિવેશવાળા જીવને ગીતાર્થો પણ સાચી વાત સમજાવી શકે નહિ. માટે અભિનિવેશનો સર્વ કાર્યોમાં ત્યાગ કરવો.) (૨૯)
• અહીં સંસ્કૃતિ જર્મ નાર્દતિ એવો પાઠ પણ છે. આ પાઠના આધારે અનુગ્રહ શબ્દનો અર્થ કરુણા કરવો. એથી તેનો અર્થ આ પ્રમાણે થાય - તે સત્કારને અને (સારાં) કાર્યો કરવાને યોગ્ય હોતો નથી. આથી તે બિચારાનું શું થશે? આમ તેની દયા ચિંતવવી.
૨૫૬