________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
યાદ કરવા પૂર્વક ભોજન કરવું.” (૭૫)
तथा- तदन्वेव प्रत्याख्यानक्रिया ॥७६॥२०९॥ इति।
तदन्वेव भोजनानन्तरमेव प्रत्याख्यानक्रिया द्विविधाद्याहारसंवरणरूपा ।।७६।।
ભોજન પછી તરત જ પચ્ચકખાણ કરવું. ભોજન કર્યા પછી તરત જ બે પ્રકારના આહારના ત્યાગરૂપ દુવિહાર વગેરે પચ્ચખાણ કરવું. (૭૬).
તથા–
तथा- शरीरस्थितौ प्रयत्नः ॥७७॥२१०॥ इति ।
शरीरस्थितौ उचिताभ्यङ्ग-संवाहन-स्नानादिलक्षणायां यत्नः आदरः, तथा च पठ्यते
धर्मार्थकाममोक्षाणां शरीरं कारणं यतः। થતો યત્નન તદ્રä થોર્નેરનુવર્તન: 19 રૂદ્દા ( ) તિ ||૭૭થી.
શરીરરક્ષામાં પ્રયત્ન કરવો. શરીરે તેલ વગેરે ચોળવું, દબાવવું, સ્નાન કરવું ઈત્યાદિથી શરીરરક્ષાનો પ્રયત્ન કરવો. કડ્યું છે કે – “શરીર ધર્મ - અર્થ - કામ - મોક્ષ એ ચાર પુરુષાર્થોનું કારણ છે. આથી શરીરની રક્ષા માટે જે ઉપાયો કયા હોય તે ઉપાયોથી યત્ન પૂર્વક શરીરની રક્ષા કરવી.” (૭૭)
તથા- તત્તરાચિન્તા કટારા રૂતિ
तस्याः शरीरस्थितेरु त्तराणि उत्तरकालभावीनि यानि कार्याणि व्यवहारकरणादीनि तेषां चिन्ता तप्तिरूपा कार्या इति ।।७८।।
ત્યારબાદનાં કાર્યોની વિચારણા કરવી. શરીર રક્ષાનો પ્રયત્ન કર્યા પછીના કાળમાં વેપાર કરવો વગેરે જે જે કાર્યો કરવાના હોય તે તે કાર્યોને ધ્યાનમાં રાખવાં. (૭૮)
• શ્રાવકને દરરોજ એકાસણું કરવાનું વિધાન છે. એટલે એકાસણું કર્યા પછી ઊઠતાં દુવિહાર, તિવિહાર કે ચોવિહાર એ ત્રણમાંથી કોઈ એક પચ્ચકખાણ કરવાનું હોય છે. સામાન્યથી તો શ્રાવકે તિવિહાર કે ચોવિહાર એકાસણું કરવું જોઈએ. આમ છતાં બિમારી આદિના કારણે દુવિહાર એકાસણું પણ કરી શકાય.
૨૦૧