________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
આ રીતે જીવ ચારિત્રમોહનીયકર્મથી મુક્ત થાય છે, અને પછી સંપૂર્ણ પચ્ચકખાણ કરે છે એ વિગત પણ કેવી રીતે સિદ્ધ થાય છે? આવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છે :
જિનેશ્વરોને થોડું પણ શૂલપ્રાણાતિપાતવિરમણવ્રત વગેરે અનુષ્ઠાન જો વિશુદ્ધ હોય તો તત્ત્વથી સદ્ (સુંદર) અનુષ્ઠાન તરીકે સંમત છે, પણ અતિચાર રૂપ મલિનતાથી મલિન બનેલું ઘણું પણ અનુષ્ઠાન સદ્ અનુષ્ઠાન તરીકે સંમત નથી. થોડા પણ વિશુદ્ધ અનુષ્ઠાનથી સમય જતાં ગુરુપાસેથી પ્રત્યાખ્યાનને સાંભળીને પ્રત્યાખ્યાનનું ફલ અને હેતુને સારી રીતે જાણીને સર્વ પાપસ્થાનોના ત્યાગ રૂપ ઘણું પણ પ્રત્યાખ્યાન કરે છે.
“થોડું પણ શૂલપ્રાણાતિપાતવિરમણ વગેરે અનુષ્ઠાન” એ સ્થળે “વ્રત સ્વીકારવાના ઘણા ભાંગાઓમાંથી કોઈ પણ એક ભાંગાથી સ્વીકારે” એ અપેક્ષાએ થોડું સમજવું. “થોડું પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ- બહુ વિશુદ્ધ અનુષ્ઠાન તો સદ્ અનુષ્ઠાન તરીકે સંમત છે જ, કિંતુ થોડું પણ વિશુદ્ધ અનુષ્ઠાન સદ્ અનુષ્ઠાન તરીકે સંમત છે. “ઘણું પણ પ્રત્યાખ્યાન કરે છે' એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ- થોડું અનુષ્ઠાન તો પ્રાપ્ત થયું જ છે, સમય જતાં ઘણું પણ પ્રાપ્ત કરે છે.
આ શ્લોકનો ટુંકમાં તાત્પર્યાર્થ આ પ્રમાણે છે - થોડા પણ અત્યંત વિશુદ્ધ અનુષ્ઠાનથી સમય જતાં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ વગેરે જાણનારને ઘણું ( = સર્વવિરતિ) પણ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થાય છે. (૩)
इति विशेषतो गृहस्थधर्म उक्तः, साम्प्रतं यतिधर्मावसर इति यतिमनुवर्णयिष्यामः ॥१॥ २२७॥ इति।
प्रतीतार्थमेव ।।१।।
આ પ્રમાણે વિશેષ ગૃહસ્થઘર્મ કલ્યો, હવે સાધુધર્મનો અવસર છે. આથી હવે સાધુનું વર્ણન કરીશું. (૧)
यत्यनुवर्णनमेवाह| ગઈ ગઈસમીપે વિઘપ્રગતી તિઃ રા૨ા
તા
૨ ૧૩