________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
ઈત્યાદિ ઉપાયો સાધુપણું ઉત્પન્ન કરવાના સુંદર ઉપાયો છે. આ ઉપાયો પૂર્વક પ્રવૃત્તિ કરવાથી દીક્ષિત થયેલામાં સાધુપણું આવે છે.
વિપરીત ઉપાયો કરવાથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી એ વિષે કહ્યું છે કે – “કારણ વિના કાર્ય ન થાય, કાર્યના પોતાનાં કારણોથી અન્ય જે કારણો તે કારણોથી પણ કાર્ય ન થાય. જો કારણ વિના પણ કાર્ય થાય, અથવા અન્ય કારણોથી પણ જો કાર્ય થાય, તો ક્યાંય કાર્ય - કારણની વ્યવસ્થા ન રહે.” (૫)
उक्तविपर्यये दोषमाह -
यस्तु नैवंविधो मोहाच्चेष्टते शास्त्रबाधया ।
स तादृग्लिङ्गयुक्तोऽपि न गृही न यतिमतः ॥६॥ इति।
यस्तु यः पुनरद्याप्यतुच्छीभूतभवभ्रमणशक्तिः न नैव एवंविधः किन्तु उक्तविधिविपरीतः मोहाद् अज्ञानात् चेष्टते प्रवर्तते शास्त्रबाधया शास्त्रार्थोल्लङ्घनेन स प्राणी तादृग्लिङ्गयुक्तोऽपि शुद्धयतितुल्यनेपथ्यसनाथोऽपि, किं पुनरन्यथाभूतनेपथ्य इत्यपिशब्दार्थः, न गृही गृहस्थाचाररहितत्वात्, न यतिः भावचारित्रविरहितत्वादिति ।।६।।
પૂર્વોક્ત વિધિથી વિપરીત કરવામાં દોષ કહે છે -
જેની હજી પણ ભવ- ભ્રમણની શક્તિ ઓછી થઈ નથી એવો જે જીવ પૂર્વોક્ત જેવો નથી, કિંતુ પૂર્વોક્ત વિધિથી વિપરીત છે, અને એથી અજ્ઞાનતાના કારણે શાસ્ત્રના અર્થનું ઉલ્લંઘન કરીને પ્રવૃત્તિ કરે છે, તે જીવ શુદ્ધ સાધુના જેવા વેશથી યુક્ત હોય તો પણ નથી ગૃહસ્થ અને નથી તો સાધુ. જીવ ગૃહસ્થના આચારથી રહિત હોવાથી ગૃહસ્થ નથી, અને ભાવચારિત્રથી રહિત હોવાથી સાધુ નથી.
““સાધુના જેવા વેશથી યુક્ત હોય તો પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે- શુદ્ધ સાધુના જેવા વેશથી જાદી જાતના વેશથી યુક્ત હોય એના માટે તો શું કહેવું? (૬).
__ इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ यतिविधिः चतुर्थोऽध्यायः समाप्तः ।
આ પ્રમાણે ધર્મબિંદુની શ્રીમુનિચંદ્રસૂરિ વિરચિતવૃત્તિમાં યતિવિધિ નામનો ચોથો અધ્યાય પૂર્ણ થયો.
૨૪૧