________________
ધર્મબિંદુપ્રક૨ણ
| अथ पञ्चमोऽध्यायः ।
व्याख्यातश्चतुर्थोऽध्यायः, अथ पञ्चमो व्याख्यायते, तस्य चेदमादिसूत्रम् - बाहुभ्यां दुस्तरो यद्वत् क्रूरनक्रो महोदधिः । यतित्वं दुष्करं तद्वदित्याहुस्तत्त्ववेदिनः ॥१॥ इति ।
પાંચમો અધ્યાય
बाहुभ्यां भुजाभ्यां दुस्तरः कृच्छ्रेण तरीतुं शक्यः यद्वदिति दृष्टान्तार्थः, क्रूरनक्रः, क्रूरा भीषणा ना जलजन्तुविशेषा उपलक्षणत्वात् मत्स्य - मकर - सुसुमारादयश्च यत्र स तथा, महोदधिः महासमुद्रः, यतित्वं श्रामण्यं दुष्करं दुरनुष्ठेयं तद्वदिति दान्तिकार्थः, इत्येतदाहुः उक्तवन्तः, के इत्याह-- तत्त्ववेदिनः प्रव्रज्यापरमार्थज्ञातार इति ||१||
ચોથા અધ્યાયનું વ્યાખ્યાન કર્યું, હવે પાંચમા અધ્યાયનું વ્યાખ્યાન કરવામાં આવે છે. પાંચમા અધ્યાયનું પહેલું સૂત્ર આ છે ઃ
ભયંકર નક્રજાતિના જલચર પ્રાણીઓ, માછલાં, મગરમચ્છ અને સુંસુમાર વગેરે પ્રાણીઓ જેમાં રહેલા છે એવો મહાસમુદ્ર જેવી રીતે બે ભુજાઓથી કષ્ટપૂર્વક તરી શકાય છે, તે રીતે સાધુપણું દુષ્કર છે એમ પ્રવ્રજ્યાના પરમાર્થને જાણનારાઓએ કહ્યું છે. (૧)
अस्यैव दुष्करत्वे हेतुमाह
अपवर्गः फलं यस्य जन्म - मृत्य्वादिवर्जितः । परमानन्दरूपश्च दुष्करं तन्त्र चाद्भुतम् ॥२॥ इति।
अपवर्गो मोक्षः फलं कार्यं यस्य यतित्वस्य जन्म - मृत्य्वादिवर्जितः जन्म-मरणजरादिसंसारविकारविरहितः, तथा परमानन्दरूपः सर्वोपमातीतानन्दस्वभावः, चकारो विशेषणसमुच्चये, दुष्करं कृच्छ्रेण कर्तुं शक्यं तत् यतित्वम्, न च नैवाद्भुतम् आश्चर्यमेतत्, अत्यन्तमहोदयानां विद्या - मन्त्रौषधादिसाधनानामिहैव दुष्करत्वोपलम्भात् इति ॥२॥
સાધુપણાની જ કઠિનતામાં હેતુ કહે છે :
સંસારના જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થા આદિ વિકારોથી રહિત અને સંસારની કોઇ ઉપમા જેને ન આપી શકાય તેવા આનંદ સ્વરૂપ એવો મોક્ષ જેનું ફલ છે એવું સાધુપણું કઠીન છે તેમાં કોઇ આશ્ચર્ય નથી. કારણકે જેનાથી અત્યંત
૨૪૨