________________
ધર્મબિંદુપ્રક૨ણ
પાંચમો અધ્યાય
તથા
મિક્ષામોનનમ્ ।૧૨।।૨૮૧।। તિા
इह त्रिधा भिक्षा सर्वसम्पत्करी पौरुषघ्नी वृत्तिभिक्षा चेति । तल्लक्षणं चेदम् - यतिर्ध्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य सर्वसम्पत्करी मता ||१६१॥ वृद्धाद्यर्थमसङ्गस्य भ्रमरोपमयाटतः । गृहि - देहोपकाराय विहितेति शुभाशयात् ।। १६२ ।। प्रव्रज्यां प्रतिपन्नो यस्तद्विरोधेन वर्तते। असदारम्भिणस्तस्य पौरुषघ्नी प्रकीर्तिता ॥ १६३॥ निःस्वा-ऽन्ध-पङ्गवो ये तु, न शक्ता वै क्रियान्तरे । भिक्षामटन्ति वृत्त्यर्थं वृत्तिभिक्षेयमुच्यते ।। १६४।। (હા ૦ ગષ્ટò ૧ / ૨, ૩, ૪, ૬) તા ततो भिक्षया प्रस्तावात् सर्वसम्पत्करीलक्षणया पिण्डमुत्पाद्य भोजनं विधेयमिति ||१२|| ભિક્ષાથી ભોજન કરવું. અહીં ભિક્ષા સર્વસંપત્કરી, પૌરુષઘ્ની અને વૃત્તિ ભિક્ષા એમ ત્રણ પ્રકારની છે. આ ત્રણે પ્રકારની ભિક્ષાનું લક્ષણ આ પ્રમાણે છેઃ“ જે સાધુ ધ્યાન આદિમાં • તત્પર હોય, સદા ગુર્વાજ્ઞામાં રહેલા હોય, સદા આરંભથી રહિત હોય, પોતાના પેટને ગૌણ કરીને વૃદ્ધ, બાલ, ગ્લાન આદિ માટે ભિક્ષા લે, શબ્દાદિ વિષયોમાં અનાસક્ત હોય, ભ્રમરની જેમ * ભિક્ષાકુલોમાં પરિભ્રમણ કરે, આ ભિક્ષા જિનેશ્વરોએ ગૃહસ્થના અને સ્વશરીરના ઉપકાર માટે કહી છે એવા શુભાશયથી પરિભ્રમણ કરે, તે સાધુની ભિક્ષા સર્વસંપત્કરી ભિક્ષા છે.” (૧૬૧-૧૬૨) ' જે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીને તેનાથી વિરુદ્ધ વર્તે છે, તથા પ્રાણીપીડા આદિ અશુભ આરંભ કરે છે, તેની ભિક્ષા પૌરુષની કહી છે.’ (૧૬૩) જેઓ નિર્ધન, અંધ કે પાંગળા છે અને ભિક્ષા સિવાય અન્ય કોઈ ઉપાયથી જીવનનિર્વાહ કરી શકે તેમ નથી, આથી પોતાની આજીવિકાનો નિર્વાહ કરવા ભિક્ષા માટે પરિભ્રમણ કરે છે, તેમની આ ભિક્ષા વૃત્તિભિક્ષા કહેવાય છે.’’ (૧૬૪) આમ ત્રણ પ્રકારની ભિક્ષા હોવાથી પ્રસ્તુતમાં સર્વસંપત્ઝરી નામની ભિક્ષાથી આહાર મેળવીને ભોજન કરવું. (૧૨)
""
તથા
આપાતાદ્યવૃષ્ટિઃ ।।૧૩।૨૮૨।। તા
• અહીં આદિ શબ્દથી જ્ઞાન લેવામાં આવ્યું છે. ધ્યાન અત્યંતરતપની ક્રિયારૂપ છે. આથી ધ્યાનાદિયુક્ત એટલે ક્રિયા અને જ્ઞાન એ બેથી યુક્ત.
* જેમ ભ્રમર કુસુમને પીડા ઉપજાવ્યા વિના જુદા જુદા કુસુમમાંથી થોડો થોડો રસ લે છે, તેમ ગૃહસ્થને જરા પણ મુશ્કેલી ન થાય તેમ જુદા જુદા અનેક ઘરોમાંથી પોતાના માટે નહિ બનાવેલો આહાર થોડો થોડો લે.
૨૪૭