________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
મહાન અભ્યદય (=ઉન્નતિ) થાય તેવા વિદ્યા, મંત્ર અને ઔષધ વગેરેની સાધના દુષ્કર હોય છે એવું આ લોકમાં જ જોવામાં આવે છે. તો પછી મોક્ષનું ફળ આપનાર સાધુપણું કઠીન હોય એમાં શું આશ્ચર્ય ? (૨)
एवं तर्हि कथमतिदुष्करं यतित्वं कर्तुं शक्यं स्यादित्याशङ्कयाह
भवस्वरूपविज्ञानात्तद्विरागाच्च तत्त्वतः।
अपवर्गानुरागाच्च स्यादेतन्नान्यथा क्वचत् ॥३॥ इति ।
भवस्वरूपस्य इन्द्रजाल-मृगतृष्णिका-गन्धर्वनगर-स्वप्नादिकल्पस्य विज्ञानात् सम्यक्श्रुतलोचनेन अवलोकनात् प्राक्, तदनु तद्विरागात् तप्तलोहपदन्यासोद्विजनन्यायेन भवस्वरूपोद्वेगात्, चकारो हेत्वन्तरसमुच्चये, तत्त्वतः निर्व्याजवृत्त्या, तथा अपवर्गानुरागात् परमपदस्पृहातिरेकात्, चशब्दः प्राग्वत्, स्याद् भवेदेतद् यतित्वम्, नान्यथा नान्यप्रकारेण क्वचित् क्षेत्रे काले वा, सम्यगुपायमन्तरेणोपेयस्य कदाचिदभावादिति ।।३।।
જો આ પ્રમાણે છે તો અતિશય દુષ્કર સાધુપણાનું પાલન કેવી રીતે શક્ય બને? એવી આશંકા કરીને ઉત્તર કહે છે :
પહેલાં સભ્યશ્રુતજ્ઞાનરૂપ ચક્ષુથી સંસારનું સ્વરૂપ ઈદ્રજાલ, મૃગતૃષ્ણા, ગન્ધર્વનગર અને સ્વપ્ન વગેરે તુલ્ય છે એમ જોવામાં આવે, પછી નિષ્કપટ ભાવથી તપેલા લોઢા ઉપર પગ મૂકવામાં જેવો ભય (= ત્રાસ) થાય તેવો ભય સંસારના સ્વરૂપનો થાય અને મોક્ષપદની અતિશય અભિલાષા થાય, તો દુષ્કર એવા સાધુપણાનું પાલન થાય, બીજી કોઈ રીતે કોઈ પણ ક્ષેત્રમાં કે કોઈ પણ કાળમાં આ સાધુપણાનું પાલન ન થાય. કારણકે સાચા ઉપાય વિના ક્યારેય કાર્ય ન થાય. (ભવવિરાગ અને મોક્ષરાગ દુષ્કર સાધુપણાના પાલનનો સાચો ઉપાય છે.) (૩)
इत्युक्तो यतिः, अधुनाऽस्य धर्ममनुवर्णयिष्यामः, यतिधर्मो द्विविधः- सापेक्षयतिधर्मो निरपेक्षयतिधर्मश्च ॥१॥२७०॥ इति।
प्रतीतार्थमेव, परं गुरु-गच्छादिसाहाय्यमपेक्षमाणो यः प्रव्रज्यां परिपालयति स सापेक्षः, इतरस्तु निरपेक्षो यतिः, तयोधर्मोऽनुक्रमेण गच्छवासलक्षणो जिनकल्पादिलक्षणश्चेति
|૧||
આ પ્રમાણે સાધુનું સ્વરૂપ કહ્યું. હવે સાધુના ધર્મનું વર્ણન કરીશું. સાધુધર્મ
૨૪૩