________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
अथोपसंहारमाह
एवं यः शुद्धयोगेन परित्यज्य गृहाश्रमम्। संयमे रमते नित्यं स यतिः परिकीर्तितः ॥४॥ इति ।
एवम् उक्तरूपेण यो भव्यविशेषः शुद्धयोगेन सम्यगाचारविशेषेण परित्यज्य हित्वा गृहाश्रमं गृहास्थावस्थां संयमे हिंसादिविरमणरूपे रमते आसक्तिमान् भवति स एवंगुणो यतिः उक्तनिरूक्तः परिकीर्तित इति ।४।।
હવે ઉપસંહાર કહે છે :
આ પ્રમાણે જે ભવ્યજીવ શુદ્ધયોગના પાલનપૂર્વક ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કરીને હિંસાદિવિરમણ રૂપ સંયમમાં આસક્તિવાળો બને છે તેને યતિ કલ્યો છે.
શુદ્ધયોગ = સુંદર આચાર વિશેષ, અર્થાત દીક્ષા લીધા પહેલાં અને દીક્ષા લેવાના સમયે જે જે આચારો = વિધિઓ કહેલ છે તે તે શુદ્ધયોગ છે. યતિશબ્દનો શબ્દ ઉપરથી નીકળતો અર્થ પહેલાં (અ. ૧ સૂ. ૧ તથા અ. ૪ સૂ. ૨ માં) કહેલો છે. (૪)
अत्रैवाभ्युच्चयमाह
एतत्तु सम्भवत्यस्य सदुपायप्रवृत्तितः । अनुपायात्तु साध्यस्य सिद्धिं नेच्छन्ति पण्डिताः ॥५॥ इति।
एतत्तु पुनः यतित्वं सम्भवत्यस्य प्रव्रजितस्य सतः, कुत इत्याह- सदुपायप्रवृत्तितः, सता सुन्दरेण उपायेन ‘अर्होऽर्हसमीपे' इत्याधुक्तरूपेण प्रवृत्तेः चेष्टनात्, अत्रैव व्यतिरेकमाह- अनुपायात्तु उपायविपर्ययात् पुनः सिद्धिं सामान्येन सर्वस्य कार्यस्य निष्पत्ति नेच्छन्ति न प्रतिपद्यन्ते पण्डिताः कार्यकारणविभागकुशलाः, यतः पठन्ति- नाकारणं भवेत् છાર્યમ્ ( ) ફત્યાદ્રિાપણી
અહીં જ વિશેષ કહે છે :
દીક્ષિત થયેલામાં સાધુપણું સુંદર ઉપાયો પૂર્વક પ્રવૃત્તિ કરવાથી આવે છે. કાર્ય - કારણનો વિભાગ કરવામાં કુશલ પુરુષો વિપરીત ઉપાયોથી સર્વ કાર્યોની સિદ્ધિને સ્વીકારતા નથી, અર્થાત્ વિપરીત ઉપાયો કરવાથી કોઈપણ કાર્યની સિદ્ધિ થતી નથી. ચોથા અધ્યાયમાં જણાવેલા જે પ્રવ્રજ્યાને યોગ્ય હોય અને જેણે પ્રવ્રજ્યાને યોગ્ય ગુરુની પાસે વિધિથી દીક્ષા લીધી હોય તે સાધુ કહેવાય છે.”
૨૪૦