________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
परं वचनकत एवेति ।।१७।।
જેમની પાસે એક રૂપિયો છે તેવા વેપારીઓ એક રૂપિયામાંથી અન્ય રૂપિયા મેળવે તો પણ તે વેપારીઓ પોતે ક્રોડાધિપતિ છે એવો વ્યવહાર કરે તો તે યોગ્ય નથી એમ ક્ષીરકદંબક કહે છે. કારણકે (ક્રોડરૂપિયા મેળવતાં ઘણો સમય લાગે એથી) કોઠાધિપતિ તરીકેનો વ્યવહાર અતિશય ઘણા કાળ પછી થઈ શકે અને તેટલા કાળ સુધી વેપારીઓ જીવે તે સંભવ નથી.
આ પ્રમાણે ક્ષીરકદંબક અને નારદ એ બેની વચ્ચે (તાત્ત્વિક) કોઈ મતભેદ નથી, માત્ર બોલવામાં જ મતભેદ છે.
અહીં “અન્ય રૂપિયા મેળવે તો પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે - અન્ય રૂપિયા મેળવે તો પણ તે વેપારીઓ પોતાને ક્રોડાધિપતિ તરીકે માને તે યોગ્ય નથી, તો પછી અન્ય રૂપિયા ન મેળવે તો તો સુતરાં યોગ્ય નથી. (૧૭)
न दोषो योग्यतायामिति विश्वः ॥१८॥२४४॥ इति।
न नैव दोषः अघटनालक्षणः कश्चित् योग्यतायां कार्षापणधनस्यापि तथाविधभाग्योदयात् प्रतिदिनं शतगुणसहस्रगुणादिकार्षापणोपार्जनेन कोटिव्यवहारारोपणोचितत्वलक्षणायाम्, श्रूयन्ते च केचित् पूर्वं तुच्छव्यवहारा अपि तथाविधभाग्यवशेन स्वल्पेनैव कालेन कोटिव्यवहारमारूढा इत्येतत् विश्वो विश्वनामा प्रवादी प्राहेति. अयं च मनाक् सम्राण्मतमनुसरतीति ।।१८।।
ક્ષીરકદંબકે કહેલો દોષ જો યોગ્યતા હોય તો રહેતો નથી એમ વિશ્વ કહે છે. કારણકે એક રૂપિયાવાળા વેપારીમાં પણ તેવા પ્રકારના ભાગ્યોદયથી દરરોજ સોગણા કે હજારગણા વગેરે પ્રમાણમાં રૂપિયા મેળવીને ક્રોડાધિપતિ તરીકેનો વ્યવહાર થાય તેવી યોગ્યતા હોય તો પૂર્વે ક્ષીરકદંબકે “ક્રોડાધિપતિ તરીકેનો વ્યવહાર ન ઘટે” એમ જે દોષ કલ્યો હતો તે દોષ રહેતો નથી. કેટલાક પૂર્વે સામાન્ય વેપારી હોય, પણ તેવા પ્રકારના ભાગ્યના કારણે થોડા જ કાળમાં ક્રોડાધિપતિ બની ગયા એમ સંભળાય છે. આ પ્રમાણે વિશ્વ નામનો વાદી કહે છે. આ વાદી કંઈક સમ્રાટના મતને અનુસરે છે. (૧૮)
अन्यतरवैकल्येऽपि गुणबाहुल्यमेव सा तत्त्वत इति सुरगुरुः ॥१९॥२४५॥ इति।
૨ ૨૫