________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
पादार्द्धगुणहीनौ मध्यमावरौ योग्यविति। अत्र वायु-वाल्मीकि-व्यास-सम्राङ्-नारद-वसुक्षीरकदम्बमतानां कस्यचित् केनापि संवादेऽप्यन्यतरेण निराक्रियमाणत्वादनादरणीयतैव, विश्व-सुरगुरु-सिद्धसेनमतेषु च यद्यसाधारणगुणानादरणे योग्यताङ्गीक्रियते तदा न सम्यक्, तस्याः परिपूर्णकार्यासाधकत्वात्, अथान्यथा तदाऽस्मन्मतानुवाद एव तैः शब्दान्तरेण कृतः स्यात्, न पुनः स्वमतस्थापनं किञ्चित् इति ।।२१।।
આ પ્રમાણે અન્ય દર્શનકારોના દશ મતો બતાવીને પોતાનો મત બતાવતા ગ્રંથકાર કહે છે :
થોડા પણ અસાધારણ ગુણો ઉત્કૃષ્ટ કલ્યાણને સાધનારા બને છે. સામાન્ય મનુષ્યમાં ન હોય તેવા આયદશમાં જન્મ વગેરે અસાધારણ ગુણો થોડા હોય તો પણ દીક્ષા વગેરે ઉત્કૃષ્ટ કલ્યાણ કરનારા બને છે. કારણકે અસાધારણ ગુણો અવશ્ય અન્ય ગુણોને ખેંચી લાવે છે. આથી ચોથાભાગના ઓછા ગુણો જેનામાં હોય તે મધ્યમ યોગ્ય છે, અને અર્ધા ગુણો જેનામાં હોય તે જઘન્ય યોગ્ય છે, એમ જે પહેલાં કહ્યું છે તે યોગ્ય કહ્યું છે.
અહીં વાયુ, વાલ્મીકિ, વ્યાસ, સમ્રાટ, નારદ, વસુ અને ક્ષીરકદંબકના મતોમાંથી કોઈક મત કોઈક મતના સાથે સંવાદવાળો છે, આમ છતાં તે મતોનું બીજા કોઈ મત વડે ખંડન કરાતું હોવાથી તે મતો આદરણીય નથી જ. વિશ્વ, સુરગુરુ અને સિદ્ધસેનના મતોમાં જો અસાધારણ ગુણોનો અનાદર કરીને યોગ્યતા સ્વીકારાતી હોય તો બરોબર નથી. કારણકે યોગ્યતા પરિપૂર્ણ કાર્યને સાધનારી બનતી નથી. હવે જો અસાધારણગુણોનો આદર કરીને યોગ્યતા સ્વીકારાતી હોય તો તેમણે બીજા શબ્દોથી અમારા મતનો અનુવાદ જ કર્યો છે, પણ પોતાના મતનું જરા પણ સ્થાપન કર્યું નથી. (૨૧)
इत्युक्तौ प्रव्राज्य-प्रव्राजकौ, अधुना प्रव्रज्यादानविधिमभिधित्सुराहઉપસ્થિતી પ્રશ્ના-SSવારથન-પરીક્ષાવિધિઃ રરર૪૮ા રૂતિ .
___उपस्थितस्य स्वयं प्रव्रज्यां ग्रहीतुं समीपमागतस्य, प्रश्नश्च आचारकथनं च परीक्षा च प्रश्नाचारकथनपरीक्षाः ता आदिर्यस्य स तथा, आदिशब्दात् कण्ठतः सामायिकादिसूत्रप्रदानतथाविधानुष्ठानाभ्यासग्रहः, विधिः क्रमः प्रव्रज्याप्रदाने पूर्वसूत्रसूचित एषः, इदमुक्तं भवति- सद्धर्मकथाक्षिप्ततया प्रव्रज्याभिमुख्यमागतो भव्यजन्तुः पृच्छनीयः
૨ ૨૭.