________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
થોડો કાળ જીવી શકે તેવા છે. આ પ્રમાણે વિચાર્યા પછી તે સંસારમાં હોય ત્યાં સુધીમાં માતા – પિતા વગેરેના જીવન નિર્વાહની ચિંતા કરીને તેમનું રક્ષણ થાય તે રીતે તેમને સારી રીતે રાખે. ત્યાર પછી તેમના સમ્યકત્વ આદિ રૂપ ઔષધ માટે અને પોતાને ચારિત્રની પ્રાપ્તિ થાય તે માટે પોતાનું ઔચિત્ય કરવા પૂર્વક માતા - પિતા વગેરેનો ત્યાગ કરતો તે પુરુષ સારો જ છે. કારણ કે તેને ઈષ્ટ સંયમની સિદ્ધિ થાય છે. આ ત્યાગ તાત્ત્વિક ભાવનાથી ત્યાગ જ નથી, ત્યાગ ન કરવો એ જ ખોટી ભાવનાના કારણે ત્યાગ છે. અહીં વિદ્વાનો તાત્ત્વિક ફલને મુખ્ય માને છે. તાત્ત્વિક ફલને જોનારા ધીર પુરુષો આસન્નભવ્ય ( = નજીકમાં મોક્ષમાં જનારા) હોય છે. આ પ્રમાણે સમ્યકત્વ આદિ રૂપ ઔષધ મેળવીને આપવાથી તે માતા - પિતા વગેરેને કાયમ માટે જીવાડે છે. જેનાથી ફરી મરણ ન થાય, અર્થાત્ જે મરણ થયા પછી ક્યારે ય મરણ ન થાય તેવા છેલા મરણના અવંધ્ય (= નિષ્ફળ ન જાય તેવા) બીજનો યોગ થવાથી આનો ( = કાયમ માટે જીવવાનો) સંભવ છે. આથી આ રીતે માતા - પિતા વગેરેનો ત્યાગ કરવો એ સુપુરુષને ઉચિત છે. કારણ કે માતા - પિતાના ઉપકારનો બદલો વાળવો અવશ્ય કઠીન છે. માતા પિતા સિવાય અન્ય સ્વજનલોકના ઉપકારનો બદલો વાળવો પણ યથાયોગ્ય કઠીન છે. ઉપકારીઓના ઉપકારનો બદલો વાળવાનો યથાયોગ્ય પ્રયત્ન કરવો એ સજ્જનોનો ધર્મ છે. માતા - પિતા વગેરેના અકુશલ અનુબંધવાળા શોકનો ત્યાગ કરતા એવા ભગવાન • આ વિષે દૃષ્ટાંત રૂપ છે. (૩૧)
तथा गुरु निवेदनम् ॥३२॥२५८॥ इति । तथेति विध्यन्तरसमुच्चयार्थः, गुरु निवेदनं सर्वात्मना गुरोः प्रव्राजकस्यात्मसमर्पणं છાતિ //રૂરી
તથા ગુરુને નિવેદન કરવું. તથા શબ્દ વિધિના સંગ્રહ માટે છે, અર્થાત્ ગુરુને • ભગવાન મહાવીર ગર્ભમાં હતા ત્યારે માતાને પોતાના હલન - ચલનથી પણ દુઃખ ન થાય એ આશયથી ગર્ભમાં અત્યંત સ્થિર બની ગયા. આથી ગર્ભ ગળી ગયો કે શું? ઈત્યાદિ વિચારીને માતા - પિતા વગેરે ખૂબ શોકાતુર બની ગયા. આ વખતે ભગવાને જાણ્યું કે જો હું માતા – પિતાના જીવતાં દીક્ષા લઈશ તો શોકથી મૃત્યુ પામશે. શોકથી મૃત્યુ થાય તો દુર્ગતિ થાય. આથી ભગવાને માતા પિતા જીવતા હોય ત્યાં સુધી હું દીક્ષા નહિ લઉં એવો અભિગ્રહ કરીને અશુભ અનુબંધવાળા માતા - પિતાના શોકને દૂર કર્યો.
૨૩૫