________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
કરવો.
ગ્લાન ઔષધ આદિના દૃષ્ટાંતથી' એ સ્થળે આદિશબ્દથી પોતાના નિર્વાહની શોધ કરવી એ પણ સમજવું.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છેઃ- કોઈ કુલીન પુત્ર કોઈક રીતે માતા - પિતા વગેરેની સાથે અપાર જંગલમાં ગયો હોય, માતા - પિતા વગેરે પ્રત્યે સ્નેહવાળો તે જંગલમાં આગળ ચાલે. જંગલમાં ચાલતા માતા - પિતા વગેરેને મહાન રોગ થાય. તે રોગ વૈદ્ય અને ઔષધ વગેરે વિના કેવળ તે પુરુષથી દૂર કરી શકાય તેમ ન હોય, તેવા પ્રકારના ઔષધ આદિના પ્રયોગથી તે રોગ દૂર કરી શકાય તેવી શક્યતા હોય, જો ઔષધ આદિનો ઉપચાર ન થાય તો નિયમા પ્રાણનો નાશ કરે તેવો રોગ હોય. આવા સંયોગોમાં માતા - પિતા વગેરે પ્રત્યે સ્નેહના કારણે તે આ પ્રમાણે વિચારે :- આ માતા - પિતા વગેરે લોક ઔષધ વગેરે વિના ચોક્કસ નિરોગી નહિ થાય, ઔષધ વગેરેનો ઉપચાર થાય તો સંભવ છે કે કદાચ નિરોગી થાય, કદાચ ન પણ થાય. ઔષધ વિના પણ થોડો સમય જીવી શકે તેમ છે. આવો વિચાર કરીને તેવા પ્રકારના (આશ્વાસન આપનારા) વિવિધ વચનો કહીને માતા - પિતા વગેરેને ત્યાં સારી રીતે ( = રક્ષણ થાય તે રીતે) રાખીને તેમના માટે ઔષધ આદિ લેવા માટે અને પોતાની આજીવિકા (ભોજનાદિ) માટે માતા - પિતા વગેરેને છોડે તો તે પુરુષ સારો જ છે. આ ત્યાગ (પરમાર્થથી) અત્યાગ જ છે, અને અત્યાગ પરમાર્થથી ત્યાગ જ છે. કારણ કે ફલ ( = પરિણામ) મુખ્ય છે. ધીરપુરુષો ફલને જ જોનારા હોય છે. તેથી તે પુરુષ ઔષધ મેળવીને માતા - પિતા વગેરેને જીવાડે એવો સંભવ હોવાથી આ પ્રમાણે ત્યાગ કરવો એ સપુરુષને ઉચિત છે.
આ દૃષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે:- એ પ્રમાણે માતા - પિતા આદિની સાથે સંસાર રૂપ જંગલમાં પડેલો શુક્લપાક્ષિક (= જેનો સંસારકાળ અલ્પ છે તેવો) મહાપુરુષ ધર્મના અનુરાગવાળો થઈને જીવન જીવે. એ સંસાર રૂપ જંગલમાં માતાપિતા વગેરેને ઔષધ વિના નિયમાં મૃત્યુ પમાડનાર, બોધિબીજ આદિથી રહિત સામાન્ય પુરુષ વડે દૂર ન કરી શકાય તેવો, સમ્યકત્વ આદિ રૂપ ઔષધથી દૂર કરી શકાય તેવી સંભાવનાવાળો, દર્શન મોહનીય આદિના ઉદય રૂપ લક્ષણવાળો, કર્મરૂપ રોગ થાય. આવા સંયોગોમાં શુક્લપાક્ષિક પુરુષ ધર્મના અનુરાગથી આ પ્રમાણે વિચારે- સમ્યકત્વ આદિ ઔષધ વિના માતા-પિતા વગેરે અવશ્ય મૃત્યુ પામશે. સમ્યક્ત્વ આદિ ઔષધ મેળવીને આપવાથી કદાચ બચી જાય, વ્યવહારથી
૨૩૪