________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
પ્રવ્રજ્યા વિધિમાં કરાતી માયા પોતે અને ગુરુ વગેરે ( = માતા - પિતા વગેરે) લોક એ ઉભયનું કલ્યાણરૂપ છે, અર્થાત્ પોતાના અને ગુરુ વગેરે લોકના કલ્યાણનું કારણ છે. કારણ કે આવી માયાનું ફળ દીક્ષા છે, અને દીક્ષા સ્વ-પરને ઉપકાર કરનારી છે. સ્વ-પરના ઉપકારનું કારણ બને એવી માયા વાસ્તવિક માયા નથી. આ વિષે કહ્યું છે કે - “જ્યાં ક્યાંય માયા કરવાથી સ્વ-પરના અનુબંધ સહિત હિતનો ઉદય થાય ત્યાં ભાવથી માયારહિત પણ પુરુષ બહારથી (= દેખાવથી) માયાવી જ બને.” (૨૯).
अथेत्थमपि कृते तं विना गुर्वादिजनो निर्वाहमलभमानो न तं प्रव्रज्यार्थमनुजानीते तदा किं विधेयमित्याशङ्कयाह
यथाशक्ति सौविहित्यापादनम् ॥३०॥२५६॥ इति ।
यथाशक्ति यस्य यावती शक्तिः शतसहस्रादिप्रमाणनिर्वाहहेतुद्रव्यादिसमर्पणरूपा तया सौविहित्यस्य सौस्थ्यस्यापादनं विधानम, येन प्रव्रजितेऽपि तस्मिन्नसौ न सीदति, तस्य निर्वाहोपायस्य करणमिति भावः, एवं कृते कृतज्ञता कृता भवति, करूणा च मार्गप्रभावनावीजम्, ततस्तेनानुज्ञातः प्रव्रजेदिति ।।३०।।
હવે આ પ્રમાણે કરવા છતાં ગુરુ વગેરે (માતા-પિતા વગેરે) લોક તેના વિના જીવન નિર્વાહ ન કરી શકે, એથી તેને દીક્ષા માટે રજા ન આપે તો શું કરવું તેવી આશંકા કરીને તેનો ઉત્તર આપે છે :
યથાશક્તિ માતા - પિતા વગેરેને સુખી કરવા. નિર્વાહ માટે પોતાની શક્તિ પ્રમાણે સો કે હજાર રૂપિયા વગેરે ધન આદિ આપીને માતા - પિતા વગેરેને સુખી કરવા, જેથી તે દીક્ષા લે તો પણ માતા - પિતા વગેરે ન સીદાય. માતા - પિતા વગેરેના નિર્વાહનો ઉપાય કરવો એ અહીં ભાવ છે. આમ કરવાથી કૃતજ્ઞતા કરી ગણાય અને મોક્ષમાર્ગની પ્રભાવનાનું બીજ એવી કરુણા કરી ગણાય. માતા - પિતા વગેરેના નિર્વાહનો ઉપાય કર્યા બાદ તેમનાથી દીક્ષા માટે રજા અપાયેલ પુરુષ દીક્ષા લે. (૩૦)
अथैवमपि न तं मोक्तुमसावुत्सहते तदा
ग्लानौषधादिज्ञातात्यागः ॥३१॥२५७॥ इति ।
૨૩૨