________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
લીધી હોય, (૨) (સમુપાલિતાદબ્રુત્ત:) જેણે વિધિપૂર્વક ગુરુના અને ગુરુપરિવારના ભાવની આરાધના કરી હોય, અર્થાત જેણે વિધિપૂર્વક ગુરુના અને ગુરુની સાથે રહેલા સાધુઓના સ્વભાવને અનુકૂલ થઈને તેમની ભક્તિ વગેરેથી આરાધના કરી હોય, (૩) (અવનિતશીન: જેણે ચારિત્રનો સ્વીકાર કર્યો ત્યારથી જ ચારિત્રનું ખંડન • ન કર્યું હોય, (૪) (સચથીતાન:) સૂત્રનું, અર્થનું અને સૂત્ર-અર્થ એ ઉભયનું જ્ઞાન હોય, તથા ક્રિયા વગેરે ગુણોથી યુક્ત હોય એવા ગુરુની સેવા કરવા પૂર્વક જિનોક્ત આગમોનું રહસ્ય જેણે જાણ્યું છે, કારણ કે (ઉપદેશપદમાં) કહ્યું છે કે- ગુરુની પાસે વિધિપૂર્વક સૂત્ર અને અર્થ ગ્રહણ કરવા જોઈએ. ગુરુનું સ્વરૂપ આ પ્રમાણે છે. - ગુરુ સૂત્ર અને અર્થ એ બંનેને જાણનારા હોવા જોઈએ. સૂત્ર - અર્થને ગ્રહણ કરવામાં વિનય વગેરે અનેક પ્રકારનો વિધિ છે. (૧૪૯) હવે વિશેષથી ગુરુનું જ સ્વરૂપ કહે છે - ગુરુ (૧) સૂત્ર અને અર્થ એ બંનેને જાણનારા હોવા જોઈએ, (૨) મૂલગુણ અને ઉત્તરગુણોની આરાધનામાં તત્પર હોવા જોઈએ, (૩) જિનવચન પ્રત્યે બહુમાન હોવાના કારણે પ્રવચનના અત્યંત અનુરાગી હોવા જોઈએ, (૪) ચરણ કરણાનુયોગ વગેરે અનેક પ્રકારના સ્વશાસ્ત્રની તે તે ઉપાયોથી પ્રરૂપણા કરનારા હોવા જોઈએ, (૫) ઉંમરથી અને વ્રતોથી પરિણત * હોવા જોઈએ, (૬) બહુ બહુવિધને ગ્રહણ કરનારી તીવ્રબુદ્ધિવાળા હોવા જોઈએ. આવા ગુરુવડે સમજાવાતો અર્થ ક્યારે ય વિપરીત ભાવને પામતો નથી, અર્થાતુ આવા ગુરુ શાસ્ત્રનો સાચો અર્થ કરે, ખોટો અર્થ ન કરે. આથી અહીં વિશેષથી ગુરુનું સ્વરૂપ કહ્યું. (૮૫૨)
(૫) (તત્ત્વવેલી) હમણાં કહ્યું તેવા ગુરુની પાસે આગમનું રહસ્ય જાણ્યું હોવાના કારણે જ આગમનું રહસ્ય જાણનારા બીજાઓની અપેક્ષાએ અધિક બોધવાળા હોય અને એથી જીવાદિ તત્ત્વોના વિશિષ્ટ જ્ઞાતા હોય, (૬) (ઉપશાન્ત:)
• ચારિત્રનું ખંડન આંશિક અને સંપૂર્ણ (= સર્વથા) એમ બે પ્રકારે થાય. તેમાં અહીં સંપૂર્ણ ચારિત્રનું ખંડન ન કર્યું હોય એવો અર્થ સમજવો. કારણ કે આંશિક ખંડન = અતિચાર પણ બિલકુલ ન થાય એ અસંભવ છે. એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચારમાંથી અનાચાર અર્થમાં ખંડન શબ્દનો પ્રયોગ સમજવો જોઈએ. અથવા કોઈ મોટી ગંભીર ભૂલ ન કરી હોય એવો અર્થ સમજવો જોઈએ. * વયથી પરિણત એટલે પ્રૌઢ - ગંભીર. વ્રતથી પરિણત એટલે વ્રતો આત્મસાતુ થઈ ગયા હોય તેવા.
૨૧૮