________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
વ્યાસઋષિનું બીજુ નામ કૃષ્ણ દ્વૈપાયન છે. (૧૦)
कुत इत्याहगुणमात्रासिद्धौ गुणान्तरभावनियमाभावात् ॥११॥२३७॥ इति ।
गुणमात्रस्य स्वाभाविकस्य तुच्छस्यापि गुणस्य प्रथममसिद्धौ सत्यां गुणान्तरस्य अन्यस्य गुणविशेषस्य भावः उत्पादः गुणान्तरभावः, तस्य नियमाद् अवश्यन्तया अभावाद् असत्त्वात्, स्वानुरूपकारणपूर्वको हि कार्यव्यवहारः, यतः पठ्यते - नाकारणं भवेत् कार्यम्, नान्यकारणकारणम्। अन्यथा न व्यवस्था स्यात् कार्यकारणयोः क्वचित् ।।१५१।। (
नान्यकारणकारणमिति न नैव अन्यस्य आत्मव्यतिरिक्तस्य कारणमन्यकारणम्, अन्यकारणं कारणं यस्य तत् तथा, पटादेः कारणं सूत्रपिण्डादिर्घटादेः कारणं न भवति इति भाव ।।११॥
વાલ્મીકિનું કથન નિષ્ફળ શાથી થાય છે તે કહે છે :
કારણકે જો પહેલાં સ્વાભાવિક અલ્પ પણ (= સામાન્ય પણ) ગુણ ન હોય તો અન્ય વિશેષ ગુણોની ઉત્પત્તિ અવશ્ય ન થાય. કાર્યને અનુરૂપ કારણ પૂર્વક જ કાર્યનો વ્યવહાર થાય છે, અર્થાત્ કાર્યની પૂર્વે કાર્યને અનુરૂપ કારણ હાજર હોય તો જ કાર્ય થાય. કારણકે કહ્યું છે કે “કારણ વિના કાર્ય ન થાય, કાર્યના પોતાનાં કારણોથી અન્ય જે કારણો તે કારણોથી પણ કાર્ય ન થાય. જેમ કે પટનાં સૂત્રપિંડ વગેરે કારણોથી ઘટરૂપ કાર્ય ન થાય. કારણ વિના પણ કાર્ય થાય, અથવા અન્ય કારણોથી પણ જો કાર્ય થાય તો ક્યાંય કાર્ય - કારણની વ્યવસ્થા ન રહે.” (૧૧)
नैतदेवमिति सम्राट् ॥१२॥२३८॥ इति। नैतदेवमिति प्राग्वत् सम्राट् राजर्षिविशेषः प्राह ।।१२।।। વ્યાસનું આ કથન બરાબર નથી એમ સમ્રાટ કહે છે. सम्राट २।४र्षि छे. (१२)
कुत इत्याह
सम्भवादेव श्रेयस्त्वसिद्धेः ॥१३॥२३९॥ इति ।
૨૨૨